Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > નિપલ્સ પાસેના વાળનો કાયમી ઉકેલ શું છે?

નિપલ્સ પાસેના વાળનો કાયમી ઉકેલ શું છે?

27 September, 2022 02:02 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

રિસર્ચ કહે છે કે લગભગ ૩૦ ટકા મહિલાઓને આ પ્રૉબ્લેમ છે, પણ એનાથી સેક્સલાઇફમાં એક ટકાભાર પણ ફરક નથી આવતો હોતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) કામવેદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


મારી એજ ૨૯ વર્ષ છે. છેલ્લા થોડા સમયથી મને વિચિત્ર પ્રૉબ્લેમ શરૂ થયો છે. હું કૉલેજમાં હતી ત્યારે બ્રેસ્ટ્સની આજુબાજુમાં બે-ત્રણ વાળ ઊગ્યા હતા, જે સાવ નોટિસ ન થઈ શકે એટલા પાતળા અને ઝીણા હતા. મેં વાળ પ્લકરથી પુલ કરવાનું શરૂ કર્યું. ક્યારેક ઉતાવળ હોય તો રેઝર પણ ફેરવી દેતી. હવે બન્ને નિપલ્સની ફરતે ૧૫-૨૦ વાળ ઊગી ગયા છે. રેગ્યુલરલી એ કાઢવા જ પડે છે. વીકમાં તો એ વાળ મોટા થઈ જાય છે અને બહુ ખરાબ લાગે છે. મારી ફ્રેન્ડનું કહેવું છે કે આ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સનું રિઝલ્ટ છે. મને તેની વાત સાચી લાગે છે, કારણ કે ફક્ત નિપલની આસપાસ જ નહીં, મારા હાથ-પગ પર પણ વાળનો ગ્રોથ વધુ થાય છે. કહે છે કે બૉડીમાં મેલ-હૉર્મોન વધે ત્યારે જ આવું થાય. શું આ સાચું છે? મારે કાયમી ઉકેલ માટે શું કરવું જોઈએ?
દહિસર

હવે ફીમેલમાં નિપલની આસપાસ વાળ આવવાનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધ્યું છે, પણ તમે માનો છો એટલું સ્ટ્રેસ લેવાની જરૂર નથી. રિસર્ચ કહે છે કે લગભગ ૩૦ ટકા મહિલાઓને આ પ્રૉબ્લેમ છે, પણ એનાથી સેક્સલાઇફમાં એક ટકાભાર પણ ફરક નથી આવતો હોતો. હા, એ વાળના કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાય એવું બનતું હોય છે.નિપલના ભાગમાં વાળ ઊગવાનાં ઘણાં કારણ છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ પહેલું કારણ તો ડીએનએની પૅટર્ન પણ એક કારણ છે. આ ઉપરાંત અમુક દવાઓની આડઅસરરૂપે અસામાન્ય જગ્યાઓએ વાળનો ગ્રોથ વધે છે. તમારા કેસમાં કયું પરિબળ કારણભૂત છે એ શોધવું જરૂરી છે. જો પિરિયડ્સમાં રેગ્યુલર ન હોય, ફેસ પર પિમ્પલ્સ આવતાં હોય કે પછી વેઇટ પણ વધતું જતું હોય અને ફેસ પર પુરુષોને આવે એ રીતે સાવ આછા કહેવાય એવા દાઢી-મૂંછ આવતા હોય તો જરૂરથી તમારે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. 


જો તમને બીજી કોઈ જ તકલીફ ન હોય તો આ વાળની વધુ ચિંતા કરવાની જરૂર નથી. જેમ હાથ-પગના વાળ દૂર કરવા માટે જે પદ્ધતિઓ વપરાય છે એ તમામ નિપલની આસપાસના વાળ માટે પણ વાપરી શકાય, પણ એટલું કહીશ કે હસબન્ડને આ બાબતમાં વિશ્વાસમાં રાખજો. નહીં તો કોઈ વખત તેને મોટો ઝટકો આવશે, જેની અસર રિલેશનશિપ પર થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2022 02:02 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK