Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > હું અનમૅરિડ છું, જૂના મૅરિડ બૉયફ્રેન્ડ સાથે રિલેશન રાખું?

હું અનમૅરિડ છું, જૂના મૅરિડ બૉયફ્રેન્ડ સાથે રિલેશન રાખું?

23 March, 2021 12:19 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

ચાર વર્ષ પહેલાં એક છોકરા સાથે મારી રિલેશનશિપ હતી, પણ કાસ્ટ અને ફાઇનૅન્શિયલ સ્ટેટસને લીધે અમારા લગ્ન ન થયાં અને તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધાં.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૨૪ વર્ષ છે, હું અનમૅરિડ છું. ચાર વર્ષ પહેલાં એક છોકરા સાથે મારી રિલેશનશિપ હતી, પણ કાસ્ટ અને ફાઇનૅન્શિયલ સ્ટેટસને લીધે અમારા લગ્ન ન થયાં અને તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધાં. એ મૅરેજને બે વર્ષ થયાં છે, તે બન્નેને એક બાળક પણ છે, પણ હવે એ મને ફોન કરે છે અને નિયમિત મારા કૉન્ટૅક્ટમાં હોય છે. તેને વાઇફ સાથે નથી ફાવતું. તે મારી નજીક આવવા માગે છે અને મારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા માગે છે. અત્યારે તેને એની વાઇફ સાથે કોઈ પ્રકારના ફિઝિકલ રિલેશન નથી. આ રીતે અમે રિલેશન રાખીએ તો અમને કોઈ બીજો વાંધો તો ન આવેને? - ઘાટકોપરના રહેવાસી

તમને ખબર જ હશે કે આને અૅકસ્ટ્રા મરાઇટલ રિલેશન કહેવાય. લગ્નેત્તર સંબંધ અને લગ્નેત્તર સંબંધના લાભ પણ છે અને એના ગેરલાભ પણ છે. આ પ્રકારનું રિલેશન કે પછી અફૅર્સ બાંધવાના કારણ વ્યક્તિ-વ્યક્તિએ જુદા જુદા હોય છે, પણ એમ છતાં એના મુખ્ય કારણોમાં કુતૂહલતા કે પછી એક જ વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન બાંધવાનું કંટાળાજનક લાગવું હોય છે. કેટલાક સંજોગોમાં અલગ-અલગ વરાયટી ટેસ્ટ કરવા જેવી માનસિકતા વચ્ચે પણ એ સંબંધ બંધાતા હોય છે. ઘણીવાર લગ્નેત્તર સંબંધ કંટાળાજનક જિંદગીમાં આનંદ લાવતા હોય છે તો કોઈવાર એ ખતરનાક પણ નીવડતા હોય છે. કેટલાકનું લગ્નજીવન આવા સંબંધથી વધુ આનંદમય બને છે તો કેટલાકમાં કોઈ ફરક પડતો નથી તો કેટલીક વાર આ રિલેશનશિપ છેક છૂડાછેડામાં પણ પરિણમે છે. કેટલાક એમ માનતા હોય છે કે પુરુષ કે સ્ત્રી લગ્નેત્તર સંબંધ ત્યારે જ બાંધે જ્યારે તેમના લગ્નમાં કોઈ પ્રોબ્લેમ હોય, પણ અડધોઅડધ અૅકસ્ટ્રા મરાઇટલ અફૅર્સમાં આ સાચું નથી હોતું, પણ એ ચોખવટ કરવામાં આવે તો પણ તરત જ એ સમજાતું નથી. આ રિલેશનશિપ માટે તમારી પાસે કોઈ વાજબી કારણ નથી, માત્ર શારીરિક જરૂરિયાત જ કેન્દ્રમાં હોય એવું લાગે છે માટે શક્ય હોય તો એ છોકરા સાથે સંબંધ આગળ ન વધારો એ તમારી માટે હિતાવહ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2021 12:19 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK