સોનીના આ ACને પહેરી શકસો તમે, સાઈઝ છે મોબાઈલ કરતા પણ નાની
સોનીના આ ACને પહેરી શકસો તમે
હવે તો તમે પણ માનતા હશો કે ગરમીમાં ધોમધખતા તાપમાં જ્યારે પણ તમે બહાર નીકળતા હશો ત્યારે તમને લાગતું હશે કે કાશ તમારી પાસે એક નાનકડું એક AC હોય, જેને તમે તમારી પાસે રાખી શકો. જો તમે પણ એવું વિચાર્યું છે તો લાગે છે કે તમારા દિલની વાત સાંભળી લેવામાં આવી છે. સાઊથ ચીન મૉર્નિંગ પોસ્ટના એક વીડિયો અનુસાર સોનીએ પહેરી શકાય તેવું AC બનાવ્યું છે અને તેવા ડિવાઈસ માટે ક્રાઉનફંડિંગ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે.
આ ACમાં એક નાનકડું રૅર પેનલ છે જેમાંથી ગરમ અને ઠંડી હવે પસાર થાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રીઓન પોકેટના નામનું આ AC મોબાઈલ ફોનની સાઈઝથી પણ નાનો છે. જો કે આ ડિવાઈસને એક ખાસ અંડરશર્ટસાથે જ વાપરી શકાય છે. આ ACના તાપમાનને સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકાશે. એટલું જ નહીં, એમાં એવી ટેક્નિક છે, જે યોગ્ય તાપમાનને પોતાની મેળે જ સેટ કરી દેશે.
વીડિયો અનુસાર, આ ACમાં ઉપયોગ કરવામાં આવેલી ટેક્નોલોજી Peltier એલિમેન્ટ પર આધારિત છે. જેને કાર અને વાઈન કૂલર્સમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ એક બેટરીથી ચાલતું ડિવાઈસ છે, જે 2 કલાકના ચાર્જ બાદ 90 મિનિટ સુધી ચાલી શકે છે. અત્યાર સુધી, ક્રાઉડફંડિંગ પ્રોજેક્ટને 2 દિવસમાં 2 લાખ ડૉલર મેળવી લીધા છે. જો તમારા મનમાં આવી રહ્યું છે કે તે ખૂબ જ મોંઘું હશે. તો એવું નથી. આ ACની કિંમત 130 ડૉલર એટલે કે 9, 200 રૂપિયા આસપાસ હશે.
આ પણ જુઓઃ રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?
ADVERTISEMENT
એક વાત કદાચ તેમને નિરાશ કરી દે કે તેને માત્ર જાપાનમાં જ વેચવામાં આવશે. એવું વિડીયોમાં કહેવામાં આવ્યું છે. આ પ્રોડક્ટની ખબર આવ્યા બાદ તે સોશિયલ મીડિયમાં સનસનીની જેમ પૉપુલર થઈ ગયો છે. તો આપણે પણ ઈચ્છીએ કે આ AC અન્ય દેશોમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થાય.


