રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?

Published: Jul 26, 2019, 12:18 IST | Falguni Lakhani
 • મહાત્મા ગાંધી મ્યુઝિયમ ગાંધીજીએ જ્યાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલને હવે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહીં ગાંધીજીની વાતોને જીવંત રૂપ આપવામાં આવ્યું છે. અહીં ગાંધીજી પરના પુસ્તકોની ખાસ લાઈબ્રેરી પણ છે.

  મહાત્મા ગાંધી મ્યુઝિયમ
  ગાંધીજીએ જ્યાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલને હવે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહીં ગાંધીજીની વાતોને જીવંત રૂપ આપવામાં આવ્યું છે. અહીં ગાંધીજી પરના પુસ્તકોની ખાસ લાઈબ્રેરી પણ છે.

  1/10
 • રોટરી ડોલ્સ મ્યુઝિયમ જો તમારે વિશ્વભરની સંસ્કૃતિની ઝાંખી કરવી હોય તો તમે રોટરી ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. તમામ ઢીંગલીઓ એક હજાર દેશમાંથી મંગાવવામાં આવી છે. આ તમામ ઢીંગલીઓ અલગ-અલગ પરિધાનમાં સજ્જ છે. સાથે તેમાં બેકગ્રાઉન્ડ પણ આપવામાં આવ્યું છે.

  રોટરી ડોલ્સ મ્યુઝિયમ
  જો તમારે વિશ્વભરની સંસ્કૃતિની ઝાંખી કરવી હોય તો તમે રોટરી ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. તમામ ઢીંગલીઓ એક હજાર દેશમાંથી મંગાવવામાં આવી છે. આ તમામ ઢીંગલીઓ અલગ-અલગ પરિધાનમાં સજ્જ છે. સાથે તેમાં બેકગ્રાઉન્ડ પણ આપવામાં આવ્યું છે.

  2/10
 • ખાંભાલિડાની ગુફાઓ ચોથી અને પાંચમી સદીના સમયની આ ગુફાઓ ચુનાના પથ્થર પર ઉત્તમ કોતરણી ધરાવે છે. અહીં 3 ગુફાઓ છે. જેમાંથી વચ્ચેની ગુફાનું નામ ચૈત્ય છે. અહીં બોધિસત્વની ઝાંખી જોવા મળે છે. ઈતિહાસપ્રેમીઓ માટે આ જગ્યા સરસ છે.

  ખાંભાલિડાની ગુફાઓ
  ચોથી અને પાંચમી સદીના સમયની આ ગુફાઓ ચુનાના પથ્થર પર ઉત્તમ કોતરણી ધરાવે છે. અહીં 3 ગુફાઓ છે. જેમાંથી વચ્ચેની ગુફાનું નામ ચૈત્ય છે. અહીં બોધિસત્વની ઝાંખી જોવા મળે છે. ઈતિહાસપ્રેમીઓ માટે આ જગ્યા સરસ છે.

  3/10
 • ચોટિલા મંદિર ચામુંડા માતાનું ધામ એટલે ચોટિલા. અહીં પર્વત પર માતા બિરાજે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. આ ધામ હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને નવરાત્રિમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

  ચોટિલા મંદિર
  ચામુંડા માતાનું ધામ એટલે ચોટિલા. અહીં પર્વત પર માતા બિરાજે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. આ ધામ હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને નવરાત્રિમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

  4/10
 • વીરપુર મંદિર સોરઠના સંત જલારામ બાપાની ભૂમિ એટલે વીરપુર. કહેવાય છે કે બાપા અહીં સાક્ષાત બિરાજે છે. જેમના દર્શને દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે.

  વીરપુર મંદિર
  સોરઠના સંત જલારામ બાપાની ભૂમિ એટલે વીરપુર. કહેવાય છે કે બાપા અહીં સાક્ષાત બિરાજે છે. જેમના દર્શને દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે.

  5/10
 • ગોંડલ રાજવીઓની નગરી એટલે ગોંડલ. અહીંનું નવલખા પેલેસ, આશાપુરા માતાનું મંદિર, સ્વામિનારાયણ મંદિર જોવાલાયક છે.

  ગોંડલ
  રાજવીઓની નગરી એટલે ગોંડલ. અહીંનું નવલખા પેલેસ, આશાપુરા માતાનું મંદિર, સ્વામિનારાયણ મંદિર જોવાલાયક છે.

  6/10
 • દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણએ પોતે વસાવેલી નગરી એટલે દ્વારકા. રાજકોટ પાસે આવેલા જામનગરની પાસે દ્વારકા આવેલું છે. એક સમયે આ સોનાની નગરી હતી. આ મંદિર, તેનું તેજ આજે પણ ભગવાનની હાજરીનો અહેસાસ કરાવે છે.

  દ્વારકા
  ભગવાન શ્રીકૃષ્ણએ પોતે વસાવેલી નગરી એટલે દ્વારકા. રાજકોટ પાસે આવેલા જામનગરની પાસે દ્વારકા આવેલું છે. એક સમયે આ સોનાની નગરી હતી. આ મંદિર, તેનું તેજ આજે પણ ભગવાનની હાજરીનો અહેસાસ કરાવે છે.

  7/10
 • નાગેશ્વર ગુજરાતમાં આવેલા બે જ્યોતિર્લિંગમાંથી એક એટલે નાગેશ્વર. દારૂકાવનમાં આવેલું આ જ્યોતિર્લિંગ દ્વારકાથી થોડે જ દૂર આવેલું છે. અહીં ખાસ કરીને શ્રાવણ મહીનામાં ભક્તોની ભીડ જામે છે.

  નાગેશ્વર
  ગુજરાતમાં આવેલા બે જ્યોતિર્લિંગમાંથી એક એટલે નાગેશ્વર. દારૂકાવનમાં આવેલું આ જ્યોતિર્લિંગ દ્વારકાથી થોડે જ દૂર આવેલું છે. અહીં ખાસ કરીને શ્રાવણ મહીનામાં ભક્તોની ભીડ જામે છે.

  8/10
 • હિંગોળગઢ રાજકોટના જસદણ તાલુકામાં આવેલું છે. આ ગાઢ જંગલમાં કુદરતની સોળે કળાએ ખીલેલી સુંદરતા તમને રાજી રાજી કરી મૂક્શે. તેમાંય જો તમે એક વરસાદ બાદ અહીં પહોંચશો તો તો વાત જ શું કરવી. તમને જાતભાતના જીવો પણ જોવા મળશે. (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  હિંગોળગઢ
  રાજકોટના જસદણ તાલુકામાં આવેલું છે. આ ગાઢ જંગલમાં કુદરતની સોળે કળાએ ખીલેલી સુંદરતા તમને રાજી રાજી કરી મૂક્શે. તેમાંય જો તમે એક વરસાદ બાદ અહીં પહોંચશો તો તો વાત જ શું કરવી. તમને જાતભાતના જીવો પણ જોવા મળશે.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  9/10
 • હિંગોળગઢને 1980માં અભયારણ્ય જાહેર કરાયું છે. આ અભયારણ્ય 654 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ અભયારણ્યની ખાસિયત છે અહીંના ઘટાદાર વૃક્ષો અને ઉંચું ઘાસ. (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  હિંગોળગઢને 1980માં અભયારણ્ય જાહેર કરાયું છે. આ અભયારણ્ય 654 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ અભયારણ્યની ખાસિયત છે અહીંના ઘટાદાર વૃક્ષો અને ઉંચું ઘાસ.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  10/10
 • loading...

ફોટોઝ વિશે

રાજકોટ..સૌરાષ્ટ્રનું પાટનગર..સૌરાષ્ટ્ર સંતો અને શૂરાઓની ભૂમિ કહેવાય છે. અને સૌરાષ્ટ્રમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં આ ઈતિહાસ સચવાયો છે. રાજકોટની આસપાસ પણ ઘણી એવી જગ્યાઓ છે. જેની તમારે મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK