જો તમારી પાસે છે આ ફોન, તો 31 ડિસેમ્બરથી નહીં વાપરી શકો WhatsApp
પ્રતીકાત્મક તસવીર
વ્હોટ્સ એપ આ વર્ષના અંતથી વિન્ડોઝ સિસ્ટમ ધરાવતા સ્માર્ટ ફોનમાં પોતાનો સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહ્યું છે. આ વાતની માહિતી એક બ્લોગ પોસ્ટમાં અપાઈ છે. જેમાં લખાયું છે કે વિન્ડોઝના જૂના વર્ઝનમાંથી 2016થી જ વ્હોટ્સએપ સપોર્ટ હટાવી લેવાયો છે. આ જ રીતે 31 ડિસેમ્બર 2019થી તમામ વિન્ડોઝ સ્માર્ટ ફોન્સમાંથી પણ વ્હોટ્સ એપ સપોર્ટ ડ્રોપ કરવામાં આવશે. આ લિસ્ટમાં વિન્ડોઝ 10 મોબાઈલ પણ સામેલ છે. વિન્ડોઝ ફોન ઉપરાંત વ્હોટ્સએપે એન્ડ્રોઈડ અને iOSની એક્સપાયરી ડેટ પણ જાહેર કરી છે.
એન્ડ્રોઈડ અને iOSના આ વર્ઝનમાં બંધ થશે સપોર્ટ
ADVERTISEMENT
બ્લોગ પોસ્ટમાં અપાયેલી માહિતી પ્રમાણે 1 ફેબ્રુઆરી 2020થી એન્ડ્રોઈડ 2.3.7 વર્ઝન અને તેની જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા સ્માર્ટ ફોનમાંથી વ્હોટ્સ એપ સપોર્ટ પાછો ખેંચી લેવાશે. સાથે જ iOS 7 અને તેનાથી જૂના વર્ઝન્સ પર કામક રતા આઈફોન્સમાંથી પણ વ્હોટ્સ એપ સપોર્ટ ડ્રોપ કરાશે. વ્હોટ્સએપે કહ્યું છે કે,'અમે આ પ્લેટફોર્મ્સ માટે કશું જ એક્ટિવલી ડેવલપ નથી કર્યું. એટલે કેટલાક ફંક્શન કામ કરવાના બંધ થઈ શકે છે.' સપોર્ટ બધ થવાને કારણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરનાર સ્માર્ટ ફોન્સને નવા ફીચર, બગ ફિક્સ અને અપડેટ નહીં મળે.
આ પણ વાંચોઃ ગૂગલ Pixel 3a, Pixel 3a XL લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
વિન્ડોઝ 10 પીસી પર ચાલુ રહેશે વ્હોટ્સ એપ સપોર્ટ
જો કે વ્હોટ્સ એપ વિન્ડોઝ 10 પીસી પર સપોર્ટ ડ્રોપ નથી કરી રહ્યું. કેટલાક રિપોર્ટ્સમાં ઉલ્લેખ છે કે વ્હોટ્સ એપ વિન્ડોઝ 10નો ઉપયોગ કરનાર યુઝર્સનો એક્સિપિરિયન્સ સુધારવા માટે વ્હોટ્સ એપ UWP એપ પમ ડેવલપ કરી રહ્યું છે. તેને ક્યારે રોલઆઉટ કરાશે તે અંગે કોઈ માહિતી નથી અપાઈ. આ પહેલા વ્હોટ્સ એપે બ્લેકબેરી, નોકિયા એસ40, નોકિયા સિમ્બિયન એસ 60 માટે સપોર્ટ બંધ કરી ચૂક્યુ છે.

