હીમોગ્લોબિન ઑક્સિજનને શરીરના દરેક હિસ્સા સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે આ હીમોગ્લોબિન ઑક્સિજનથી મળે છે તો એનો રંગ ચમકદાર લાલ થઈ જાય છે.
પ્રતીકાત્મક તસવીર
વાસ્તવિકતામાં આપણા લોહીનો રંગ લાલ જ હોય છે, પણ તેમ છતાં નસો લીલી કેમ દેખાય છે? આનો જવાબ પ્રકાશ અને આપણી ત્વચાના ગુણોમાં છુપાયેલો છે.
લોહીનો લાલ રંગ હીમોગ્લોબિનને કારણે હોય છે, જે આયર્નયુક્ત પ્રોટીન છે. હીમોગ્લોબિન ઑક્સિજનને શરીરના દરેક હિસ્સા સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે આ હીમોગ્લોબિન ઑક્સિજનથી મળે છે તો એનો રંગ ચમકદાર લાલ થઈ જાય છે.
ADVERTISEMENT
જ્યારે રોશની આપણી ત્વચા પર પડે છે ત્યારે એ અલગ-અલગ રંગોમાં વહેંચાઈ જાય છે. લીલા તરંગો ઓછી ઊંડાઈ સુધી જઈ શકે છે અને જલદી રિફ્લેક્ટ થઈ જાય છે. એને કારણે આપણી આંખો વધુ લીલા તરંગોને પકડે છે અને આપણને નસો લીલી દેખાય છે.
આ એક વિઝ્યુઅલ ટ્રિક છે. આપણી આંખો અને દિમાગ મળીને જે રંગ આપણને દેખાડે છે એ જરૂરી નથી કે વાસ્તવિક પણ હોય. નસોની સપાટી પર પડનારી રોશની અને ત્વચા નીચેની બનાવટ મળીને એક એવો ભ્રમ પેદા કરે છે જેનાથી એ લીલી દેખાય છે.
ગોરી ત્વચા ધરાવતા લોકોમાં નસો વધુ સ્પષ્ટ અને લીલી દેખાય છે, જ્યારે બ્રાઉન અને કાળી ત્વચામાં નસો એટલી લીલી દેખાતી નથી. ત્વચાની જાડાઈ, રંગ અને નસોની ઊંડાઈ આ બધી વસ્તુ મળીને પણ એ નક્કી કરે છે કે નસો તમને કયા રંગની દેખાશે. દરેક વ્યક્તિની આંખો પણ એક જેવી કલર-સેન્સિટિવ નથી હોતી એટલે કોઈને નસો થોડી લીલી, કોઈને બ્લુ દેખાઈ શકે છે.
કેટલાક લોકો એમ વિચારે છે કે લીલો રંગ એટલા માટે હોય છે કારણ કે નસોમાં ઑક્સિજનરહિત લોહી હોય છે. જોકે આ સત્ય નથી. ઑક્સિજનરહિત લોહી પણ ડાર્ક લાલ જ હોય છે. એટલે નસો લીલી દેખાવાનું કારણ ફક્ત પ્રકાશ અને ત્વચાની બનાવટ જ છે.
નસોનો અસલી રંગ લીલો નથી, પણ આપણને એવું દેખાય છે કારણ કે આપણી આંખો અને દિમાગ મળીને પ્રકાશનાં કિરણોને અલગ રીતે જુએ અને સમજે છે. આ એક વિજ્ઞાન અને દૃષ્ટિભ્રમનું ઉત્તમ ઉદાહરણ છે જે દર્શાવે છે કે જેવું દેખાય છે એવું હોતું નથી.

