ઘણા લોકો માટે અસ્થમા એક શ્વાસ સંબંધિત બીમારી છે જે ફેફસાં અને શ્વસન માર્ગને અસર કરે છે.
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકો માટે અસ્થમા એક શ્વાસ સંબંધિત બીમારી છે જે ફેફસાં અને શ્વસન માર્ગને અસર કરે છે. એ એક પ્રકારની ઍલર્જી છે જે રોગપ્રતિકારક શક્તિ પર નિર્ભર કરે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ વ્યક્તિની માનસિક હેલ્થ સાથે સીધો સંબંધ ધરાવે છે. કોઈ વ્યક્તિ ખૂબ જ ડરી જાય ત્યારે તરત જ તેને સુ-સુ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ અસુરક્ષિતતા અનુભવે છે ત્યારે તેને કબજિયાત થઈ જાય છે. ખાસ કરીને જેટલા પણ ઇન્ફ્લમેશન સાથે સંકળાયેલા રોગો છે એનો સીધો સંબંધ માનસિક અવસ્થા સાથે છે. અસ્થમા પણ આ જ પ્રકારનો રોગ છે.



