Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પ્રાઇવેટ પાર્ટ્‍સમાંથી વાસ આવે અને સફેદ કચરો નીકળે તો એનું શું કરવાનું?

પ્રાઇવેટ પાર્ટ્‍સમાંથી વાસ આવે અને સફેદ કચરો નીકળે તો એનું શું કરવાનું?

06 May, 2024 08:10 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

વાસ ન આવે એ માટે પરફ્યુમ વગેરેનો ઉપયોગ જેટલો ઓછો કરશો એટલું સારું રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગરમી જોરદાર પડે છે અને આ સીઝનમાં પસીનાની સમસ્યા માઝા મૂકે છે. મુંબઈમાં તો તમે ઘરની બહાર નીકળો એટલે પાંચ-દસ મિનિટમાં પરસેવે રેબઝેબ થઈ જ જાઓ. હાથ-પગ પરનો પસીનો તો પવનથી પાછો સુકાઈ પણ જાય, પણ શરીરના જે ભાગો ફોલ્ડેડ છે અને ઢંકાયેલા જ રહે છે ત્યાંના પસીનાની સમસ્યા બહુ પજવનારી હોય. એમાંય જો પ્રૉપર હાઇજીનની કાળજી ન રાખવામાં આવે તો પ્રાઇવેટ પાર્ટ્સમાં બદબૂની તકલીફ માઝા મૂકે છે. મુંબઈના જ એ છોકરાનો કેસ હમણા મારી પાસે આવ્યો. માર્કેટિંગની જૉબ કરતો હોવાથી બગલ અને પ્રાઇવેટ પાર્ટ્સના પસીનાની તકલીફ તો હતી જ, પણ તેને પ્રાઇવેટ પાર્ટ્સમાં કંઈક અજુગતું જોવા મળ્યું હોવાને કારણે પરેશાન હતો. ઇન્દ્રિયની ઉપર સફેદ કણીઓ જામી જાય છે જે બહુ ગંધ મારે છે. સાબુ-પાણીથી ધોવા છતાં વારંવાર આવું થઈ જ જાય. યુવકને ચિંતા હતી કે શું પોતે વારંવાર  હસ્તમૈથુન કરે છે એને કારણે આવું થતું હશે? અંગત વાત હતી એટલે તેને તો ત્યાં સુધી લાગી ગયું કે તેને સ્પર્મની કોઈ તકલીફ હશે તો?

હવે આ હકીકતમાં કોઈ સમસ્યા જ નથી, માત્ર સફાઈ અને સમજણનો વિષય છે. 



એટલું સમજો કે ગરમીની સીઝનમાં શરીરના જે ભાગો સતત ઢંકાયેલા રહેતા હોય એની સફાઈ બહુ જરૂરી છે. બગલ હોય કે પ્રાઇવેટ પાર્ટ્સ જો એને સાબુ અને પાણીથી બરાબર દિવસમાં બે વાર સાફ કરવામાં આવે તો બદબૂની તકલીફ ન રહે. એમાંય પેનિસનો ભાગ સાફ કરવા માટે પુરુષોએ ફોરસ્કિનને પાછળ લઈ જઈને સફાઈ કરવી જરૂરી છે. દરેક વખતે જે સફેદ કચરો કે કણી જેવું દેખાય છે એને મેડિકલ ભાષામાં સ્મેગ્મા કહેવાય. જો રોજ આ ભાગની સફાઈ ન થાય તો ચીકાશ અને કચરો જમા થાય અને સ્મેગ્મા બને જે ગંધ મારે. હસ્તમૈથુનને અને સ્મેગ્માને કંઈ લેવાદેવા નથી હોતી. મર્યાદાસરના અને વધુપડતા મૅસ્ટરબેશન જેવું કશું હોતું નથી એ વાત યાદ રાખજો. 


મુંબઈના ભેજવાળા વાતાવરણમાં ટાઇટ અન્ડરવેઅરની અંદર બંધ રહેતા ભાગમાં પસીનો થઈને એમ સુકાયા વિના પડ્યો રહેવાને કારણે પણ સ્મેગ્મા વધુ પેદા થતી હોઈ શકે. એ ભાગમાં સુગંધીદાર સાબુ વાપરવાની પણ જરૂર નથી અને સુગંધીવાળા પાઉડર પણ છાંટવા નહીં. હા, વધુ પસીનાને કારણે ખંજવાળ આવતી હોય તો ઍન્ટિ-ફંગલ પાઉડર આવે છે એ નાહ્યા પછી છાંટી શકાય. 

વાસ ન આવે એ માટે પરફ્યુમ વગેરેનો ઉપયોગ જેટલો ઓછો કરશો એટલું સારું રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:10 AM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK