Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > માત્ર એક પગ પર ઊભા રહીને તમે તમારી ફિટનેસ વિશે ઘણું જાણી શકો

માત્ર એક પગ પર ઊભા રહીને તમે તમારી ફિટનેસ વિશે ઘણું જાણી શકો

Published : 11 March, 2026 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના સમયમાં માત્ર સ્નાયુઓ જ નહીં, શરીરનું સંતુલન જાળવવું એ પણ ફિટનેસની મોટી નિશાની છે. ફ્લૅમિંગો ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારી ઉંમર મુજબ તમારાં હાડકાં, સાંધાઓ અને મગજ વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શું તમે એક પગ પર લાંબો સમય ઊભા રહી શકો છો? સાંભળવામાં આ વાત સામાન્ય લાગે છે, પરંતુ એ તમારી ફિટનેસ અને હાડકાંના સ્વાસ્થ્ય વિશે ઘણું કહી જાય છે. આ ટેસ્ટને ફ્લૅમિંગો બૅલૅન્સ ટેસ્ટ કહેવામાં આવે છે કારણ કે એમાં ફ્લૅમિંગો પક્ષીની જેમ એક પગ પર સંતુલન જાળવવાનું હોય છે.

શરીરનું સંતુલન જાળવવું એ માત્ર રોજિંદાં કામો માટે જ નહીં પણ લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે. જેમ-જેમ ઉંમર વધે છે એમ હાડકાં અને સાંધાઓ નબળાં પડવા લાગે છે, જેના કારણે શરીરમાં દુખાવો, સોજો અને અસંતુલન પેદા થાય છે. આ ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારાં હાડકાં અને સ્નાયુઓ કેટલાં સક્ષમ છે.



ટેસ્ટ કેવી રીતે કરવી?


ઘરે ફ્લૅમિંગો ટેસ્ટ કરવા માટે સપાટ જમીન પર એક પગ પર ઊભા રહો. પછી બીજો પગ ઘૂંટણથી વાળીને એ પગને પાછળથી હાથ વડે પકડી લો જેથી એ પગ નિતંબ પાસે રહે. હવે આ સ્થિતિમાં લગભગ ૬૦ સેકન્ડ સુધી સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરો.

ઉંમર પ્રમાણે કેટલો સમય બૅલૅન્સ જળવાવું જોઈએ?


અભ્યાસો મુજબ ઉંમરના હિસાબે એક પગ પર ઊભા રહેવાનો સમય નીચે મુજબ હોવો જોઈએ...

 ૧૮થી ૩૯ વર્ષ : ઓછામાં ઓછી ૪૩ સેકન્ડ

 ૪૦થી ૪૯ વર્ષ : ૪૦ સેકન્ડ

 ૫૦થી ૫૯ વર્ષ : ૩૭ સેકન્ડ

 ૬૦થી ૬૯ વર્ષ : ૩૦ સેકન્ડ

 ૭૦થી ૭૯ વર્ષ : ૧૮થી ૧૯ સેકન્ડ

 ૮૦ વર્ષથી વધુ : ઓછામાં ઓછી પાંચ સેકન્ડ

આ ટેસ્ટ શું સૂચવે છે?

મોટા ભાગના કિસ્સાઓમાં સ્નાયુઓની નબળાઈ, મગજ અને શરીર વચ્ચેના નબળા જોડાણ અને શરીર પરના કાબૂના અભાવને કારણે સંતુલન જળવાતું નથી. જે લોકો આ ટેસ્ટમાં સફળ થાય છે એ દર્શાવે છે કે તેમના સ્નાયુઓ અને મગજ વચ્ચેનું જોડાણ મજબૂત છે અને તેમનું મેન્ટલ ફોકસ પણ ઉત્તમ છે.

જો તમે સંતુલન ન જાળવી શકો તો શું કરવું?

જો તમે તમારી ઉંમર મુજબના સમય સુધી ઊભા ન રહી શકો તો એનો અર્થ એ છે કે તમારે તમારા કોરને મજબૂત કરવાની જરૂર છે. આ માટે તમે નીચેની કસરતો કરી શકો છો:

બ્રિજ પોઝ : આ કસરત નિતંબ અને કમરના સ્નાયુઓને મજબૂત કરે છે.

ક્રન્ચિસ :  એ પેટના સ્નાયુઓને મજબૂત કરવા માટેની શ્રેષ્ઠ કસરત છે.

બર્ડ ડૉગ : આ કસરત પેટ અને પીઠ બન્નેના સ્નાયુઓને સક્રિય કરે છે અને સંતુલન સુધારે છે.

માઉન્ટન ક્લાઇમ્બિંગ: આ કસરત સંતુલન અને કોર સ્ટ્રેન્ગ્થ વધારવાની સાથે કૅલરી પણ બાળે છે.

પ્લૅન્ક : આખા શરીરની મજબૂતી માટે પ્લૅન્ક અત્યંત ફાયદાકારક છે.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK