Side Effects of Sabja Seeds: આજકલ લોકપ્રિય થયેલા સબજાના બીજનું સેવન યોગ્ય પ્રમાણમાં ન કરવામાં આવે તો નુકસાનકારક સાબિત થઈ શકે છે, તમે પણ જાણી લો દરરોજ તુલસીના બીજનું સેવન કેટલું કરવું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સંસ્કૃતમાં એક કહેવત છે, `अति सर्वत्र वर्जयेत्`… આ કહેવતનો અર્થ છે, `બધે જ અતિરેક ટાળવો જોઈએ`, દરેક વસ્તુનો અતિરેક ખરાબ છે. તેવી જ રીતે, ભલે સબજા બીજ (Sabja Seeds) અથવા તુલસીના બીજ (Basil Seeds) સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી કેટલીક આડઅસરો પણ થઈ શકે છે (Side Effects of Sabja Seeds) જેના કારણે પેટમાં ગેસ, પેટનું ફૂલવું, લો બ્લડ પ્રેશર, ગર્ભાવસ્થામાં નુકસાન, હોર્મોનલ અસંતુલન વગેરે જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એટલે આજના લેખમાં આપણે જાણીશું કે તમારે સબજાનું કેટલું સેવન કરવું જોઈએ અને તેની આડઅસરો શું હોઈ શકે છે.
સબજા સીડ્સને તકમરિયા પણ કહેવામાં આવે છે. અનેક લોકો આ બીજને ચિયા સીડ્સ (Chia Seeds) સમજે છે, પરંતુ આ બીજ ચિયા સીડ્સ કરતા તદ્દન અલગ છે. આ બીજ તુલસીની પ્રજાતિના એક છોડમાંથી મળે છે. એટલે જ તેને તુલસીના બીજ પણ કહેવામાં આવે છે. સબજા સીડ્સ પ્રોટીન, કાર્બ્સ અને જરૂરી ફેટ તથા ફાઈબરથી ભરપૂર હોય છે.
ADVERTISEMENT
આપણે સહુ જાણીએ છીએ કે, સબજા સીડ્સના ફાયદા અનેક છે. આ બીજ બ્લડ શુગર કંટ્રોલ કરે છે, એસિડિટી અને હાર્ટબર્ન માટે ફાયદાકારક છે, કબજિયાત મટાડે છે, શરીરમાં સોજા હોય તો તેમાં રાહત મળે છે, વજન ઓછું કરવામાં મદદરુપ થાય છે તેમજ શરીરની ગરમી ઓછી કરે છે. સબજા સીડ્સના ફાયદાથી સહુ પરિચિત છે, પરંતુ તેનું વધુ સેવન શરીર માટે નુકસાનકારક (Side Effects of Sabja Seeds) છે. જાણીએ સબજા સીડ્સની આડઅસર શું હોય છે…
પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા:
સબજા સીડ્સ વધુ માત્રામાં ખાવાથી પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. વાસ્તવમાં, તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે પેટમાં ભારેપણું લાવી શકે છે. તેનું વધુ પડતું સેવન કરવાથી ગેસ અને સોજાની સમસ્યા પણ વધી શકે છે.
હોર્મોન્સનું અસંતુલન:
વધુ માત્રામાં સબજાનું સેવન કરવાથી એસ્ટ્રોજન હોર્મોન પર અસર થઈ શકે છે, જેના કારણે માસિક સ્રાવ અનિયમિત થાય છે. સ્ત્રીઓએ સબજા બીજનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ.
ગર્ભાવસ્થામાં હાનિકારક:
સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ પર જ સબજા બીજનું સેવન કરવું જોઈએ. આ હોર્મોન્સને અસંતુલિત કરી શકે છે અને ગર્ભાવસ્થામાં ગૂંચવણો વધારી શકે છે.
ગળાની સમસ્યાઓ વધારેઃ
જો સબજાને પલાળ્યા વિના ખાવામાં આવે તો તે ગળામાં ફસાઈ શકે છે. તે જ સમયે, પલાળ્યા પછી, તેનું જેલ સ્ટ્રક્ચર ક્યારેક શ્વસન માર્ગમાં અવરોધ પેદા કરી શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ તેનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ.
ઝાડા અને ઉલટી થઈ શકેઃ
વધુ માત્રામાં સબજા ખાવાથી ઝાડા અથવા પેટ ખરાબ થઈ શકે છે. જે લોકો પહેલાથી જ પાચન સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેમણે સબજાનું સેવન ઓછી માત્રામાં જ કરવું જોઈએ.
બ્લડ પ્રેશર ઘટાડે:
હાઈ બ્લડ પ્રેશરની દવા લેતા લોકોએ ડૉક્ટરની સલાહ પર જ સબજાનું સેવન કરવું જોઈએ. તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, જે લોકો પહેલાથી જ બીપીની દવા લઈ રહ્યા છે, તેઓ સબજા ખાધા પછી નબળાઈ અનુભવી શકે છે. આનાથી બ્લડ પ્રેશર પણ ઓછું થઈ શકે છે.
બ્લડ સુગર લેવલ ઘટાડે:
વધુ માત્રામાં સબજાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઓછું થઈ શકે છે. જે લોકો પહેલાથી જ બ્લડ સુગરની દવા લઈ રહ્યા છે, તેમણે તેનું સેવન કાળજીપૂર્વક કરવું જોઈએ નહીંતર તેનાથી નબળાઈ, માથાનો દુખાવો અથવા ચક્કર જેવી સમસ્યાઓ થઈ શકે છે.
એલર્જી:
સબજાનું સેવન કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે. તે શરીરમાં એલર્જી પેદા કરી શકે છે જેના કારણે ખંજવાળ, સોજો, ત્વચા પર ફોલ્લીઓ અથવા શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે.
નોંધનીય છે કે, સામાન્ય રીતે એક ચમચી અથવા લગભગ પાચ ગ્રામ સબજા એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ. તેનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહ લીધા વિના સબજાનું સેવન ન કરવું તેવી સલાહ નિષ્ણાતો આપે છે.

