આૅટિઝમ હોય છતાં તમે આત્મનિર્ભર બની શકો છો. ખુદ પગભર થઈને ઍમૅઝૉન જેવી ઇન્ટરનૅશનલ કંપનીમાં કામ પણ કરી શકો છો. આવું સાબિત કર્યું છે મલાડમાં રહેતા માનવ શાહે.
માનવ શાહ
મલાડના શાહ પરિવારનો નાનો દીકરો ૨૫ વર્ષનો માનવ શાહ સવારમાં ૬ વાગ્યામાં ઘરેથી નીકળી જાય છે. મેટ્રો પકડે છે. મેટ્રો સ્ટેશનથી દહિસરમાં આવેલા ઍમૅઝૉનના વર્ક સ્ટેશન પર જાય છે. ત્યાં ઇન્વેન્ટરીનું કામ કરે છે. જે વસ્તુઓ આવી છે એને અલગ-અલગ કરવાનું, સ્કૅનિંગ કરવાનું, ડૅમેજ ક્લિયર કરવાનું કામ કરે છે. ૭થી ૧૨ વાગ્યા સુધી તે કામ કરી ફરી ઘરે જવા મેટ્રો પકડે છે અને ૧ વાગ્યે ઘરે જતો રહે છે. પાર્ટટાઇમ જૉબ કરતા માનવને ઍમૅઝૉન દર મહિને દસ હજાર રૂપિયાનો પગાર આપે છે.




