ત્રણ-ચાર કલાક કરતાં પણ વધુ સમય સુધી શૂઝ પહેરી રાખવાને લીધે પગમાં ફંગલ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે અને લાંબા ગાળાનો દુખાવો રહી જાય છે
પ્રતીકાત્મક તસવીર
રેગ્યુલર યુઝમાં વપરાતાં શૂઝ આખો દિવસ પહેરી રાખવાથી તમારા પગમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરી શકે છે એ ખબર છે? સામાન્યપણે આપણે પગમાં ઈજા ન પહોંચે, માટી કે કચરો ન લાગે અને સ્કિન ટૅન ન થાય એ માટે શૂઝ પહેરતા હોઈએ છીએ; પણ લાંબા સમય સુધી શૂઝ પહેરવાથી તમારા પગ નિશ્ચિત સ્થિતિમાં બંધાઈ જાય છે. પરિણામે પગના મસલ્સ કમજોર બને છે. આ સ્થિતિ પગના સ્વાભાવિક હલનચલનને ઘટાડે છે અને સ્કિન, મસલ્સ અને હાડકાંને નુકસાન પહોંચાડીને એને સંબંધિત લાંબા ગાળાની સમસ્યાઓ ઊભી કરે છે.
આખો દિવસ પહેરવાથી શું થાય?
ADVERTISEMENT
પગમાં મોજાં સાથે શૂઝ પહેરવા છતાં શૂઝ અને પગની ચામડી વચ્ચે સતત ઘસારો થાય છે અને એને લીધે સ્કિન પર છાલાં પડે છે. કમ્ફર્ટ ન આપતાં શૂઝ પહેરવાથી આવું થઈ શકે છે.
મુંબઈ જેવા ભેજવાળા હવામાનવાળી જગ્યા પર શૂઝ પહેરવાથી પગમાં પરસેવો વળે છે અને એને લીધે ફંગલ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય છે.
શૂઝ પહેર્યા બાદ પગને સ્થિર સ્થિતિમાં રાખવાથી મસલ્સ નબળા પડે છે અને પગનો દુખાવો વધે છે.
ફિટિંગ બરાબર ન હોય એવાં સ્પોર્ટ્સ શૂઝ પહેરવાથી લાંબા ગાળાની સમસ્યાઓ થઈ શકે છે. એમાં પીઠ અને ખભાનો દુખાવો થવો કૉમન છે.
સંભાળ કઈ રીતે રાખવી?
આખો દિવસ શૂઝ પહેરવાં પડે એમ હોય તો દર ત્રણથી ચાર કલાકે એક વાર શૂઝ ઉતારીને પગને આરામ આપો.
પરસેવાની વાસને લીધે ઇન્ફેક્શન થવાના ચાન્સ વધુ હોવાથી ઘરે આવીને એમાં ડિસ્ઇન્ફેક્ટન્ટ સ્પ્રે મારવો. બૅક્ટેરિયા અને દુર્ગંધને દૂર કરવા શક્ય હોય તો તડકામાં રાખવાં.
ટાઇટ શૂઝ પહેરવાનું ટાળવું જોઈએ. બ્રૅન્ડેડ શૂઝ લેવાનો આગ્રહ રાખવો જેથી ફુટ-હેલ્થ સારી રહેશે.


