Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું સ્ટ્રોકનો સંકેત હોઈ શકે ડબલ વિઝન?

શું સ્ટ્રોકનો સંકેત હોઈ શકે ડબલ વિઝન?

Published : 27 March, 2026 02:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હા, તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે કે એકસાથે બે વસ્તુ દેખાય અને વારંવાર આવું થાય તો ચેતી જજો. આંખની આ સમસ્યા બ્રેઇનમાં ચાલી રહેલા ગોટાળાનું પ્રતીક હોઈ શકે છે

શું સ્ટ્રોકનો સંકેત હોઈ શકે ડબલ વિઝન?

શું સ્ટ્રોકનો સંકેત હોઈ શકે ડબલ વિઝન?


ઘણી વાર આપણે વધુપડતા સ્ક્રીનટાઇમ કે થાકને કારણે આંખોમાં ધૂંધળું દેખાવા લાગે તો એને ગંભીરતાથી લેતા નથી, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો તમને અચાનક ડબલ વિઝન એટલે કે બેવડી દૃષ્ટિ દેખાવા માંડે, એક વસ્તુની બે છબિ દેખાવા લાગે તો એ કોઈ સામાન્ય થાક નહીં પણ મેડિકલ ઇમર્જન્સી હોઈ શકે છે. લંડનના ન્યુરોસર્જ્યન ડૉ. નદીમ અલીએ કરેલો અભ્યાસ કહે છે કે ડિપ્લોપિયા અથવા બેવડી દૃષ્ટિ એ મગજમાં લોહીના પ્રવાહમાં અવરોધ અથવા નસો પર દબાણનો સંકેત હોઈ શકે છે. મગજના જે ભાગો આંખની હલનચલનને નિયંત્રિત કરે છે ત્યાં જો કોઈ સમસ્યા સર્જાય, જેમ કે સ્ટ્રોક અથવા બ્રેઇન-ટ્યુમર તો આંખોનું સંતુલન બગડે છે અને દરદીને બધું બેવડું દેખાવા લાગે છે. 

આમાં સૌથી ખતરનાક છે મિની સ્ટ્રોક. મિની સ્ટ્રોક દરમ્યાન આવાં લક્ષણો થોડી મિનિટો માટે આવે છે અને પછી આપોઆપ મટી જાય છે. લોકો માને છે કે બધું ઠીક થઈ ગયું, પણ હકીકતમાં એ એક મોટા સ્ટ્રોકની પૂર્વચેતવણી છે. જો બેવડી દૃષ્ટિની સાથે તમને ચહેરો એક તરફ નમી જવો, હાથ કે પગમાં અચાનક નબળાઈ આવવી, બોલવામાં તકલીફ પડવી અથવા અસહ્ય માથાનો દુખાવો થવો જેવાં લક્ષણો જણાય તો એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર હૉસ્પિટલ પહોંચવું જોઈએ. સ્ટ્રોક ઉપરાંત ડાયાબિટીઝ, થાઇરૉઇડ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી બીમારીઓમાં પણ આવી સમસ્યા થઈ શકે છે. આખી વાતનો સાર એ છે કે અચાનક આવેલો દૃષ્ટિનો કોઈ પણ ફેરફાર સામાન્ય નથી. સમયસર તપાસ કરવાથી માત્ર દૃષ્ટિ જ નહીં, જીવ પણ બચાવી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK