બન્ને રાઉન્ડ બ્રેડ પર બટર લગાવીને કેળાનું પૂરણ એક પીસ પર મૂકવું. પૂરણનું પ્રમાણ થોડું સરખું લેવું
કાચાં કેળાંના ટાકોસ
સામગ્રી : ૩ નંગ કાચાં કેળાં, ૧ ચીઝ ક્યુબ, કોથમીરની ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું
રીત : સૌપ્રથમ કાચાં કેળાંને ધોઈને ખમણી લેવાં. પછી એમાં બે ચમચી કોથમીરની ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચીઝ ક્યુબ ખમણીને એમાં નાખીને બધું ચમચીથી જ હલાવવું. હાથેથી હલાવવાથી પૂરણ ચીકણું પડી જશે. બને તો સૌથી મોટું બ્રેડનું પૅકેટ લેવું. ત્યાર બાદ બે બ્રેડ લઈને વચ્ચેથી વાટકીથી કટ કરીને ગોળ પીસ નીકળે એમ બન્ને પીસ છૂટા પાડી દેવા. બન્ને રાઉન્ડ બ્રેડ પર બટર લગાવીને કેળાનું પૂરણ એક પીસ પર મૂકવું. પૂરણનું પ્રમાણ થોડું સરખું લેવું. પછી એના ઉપર બીજો પીસ લગાવીને થોડું દબાવી લેવું અને તવી પર બટર કે ઘી લગાવીને બન્ને બાજુથી બ્રાઉન કલરનું શેકી લેવું. શેકાઈ ગયા પછી થોડુંક જ ઠંડું થાય પછી ચપ્પાથી વચ્ચેથી કટ કરી લેવું અને સાઇડ પર સૉસ અને સેવ લગાવીને સર્વ કરવું.
ADVERTISEMENT
-રીટા શાહ


