એક ઘૂઘરો તૈયાર થાય પછી બીજો ઘૂઘરો કરો ત્યાં સુધી પહેલા ઘૂઘરાને પ્લેટમાં રાખી એના પર ભીનું કપડું મૂકી રાખવું જેથી ઘૂઘરા સુકાઈ ન જાય. ગૅસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો. પછી ગૅસને સ્લો કરી એકસાથે ૩-૪ ઘૂઘરા ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવા.
ઘૂઘરા
સામગ્રી : પડ - ૧ કપ મેંદો, બે ચમચી ઘી, પા ચમચી દળેલી સાકર, ચપટી મીઠું પુરણ - પા કપ કાજુ, બદામ અને પિસ્તાં મિક્સ, બે ચમચી રવો, બે ચમચી ડેસિકેટેડ કોકોનટ (સૂકા નારિયેળનું ખમણ), બે એલચીનો પાઉડર, બે ચમચી મિલ્ક પાઉડર, ૩ ચમચી ઘી, તળવા માટે ઘી.
રીત : પડ : એક બાઉલમાં મેંદામાં ઘી, દળેલી સાકર અને મીઠું નાખી મિક્સ કરો. પછી એમાં જરૂર મુજબ પાણી ઉમેરીને એનો કઠણ લોટ બાંધી એને ૧૫ મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.
પૂરણ - ગૅસ પર એક કડાઈ મૂકી એમાં ૩ ચમચી ઘી લો અને એને ગરમ કરવું. પછી એમાં મિક્સ કાજુ, બદામ અને પિસ્તાંને બે મિનિટ માટે સાંતળી એક પ્લેટમાં કાઢી લો. પછી એ જ ઘીમાં રવો ગુલાબી શેકી લો. ત્યાર બાદ એમાં નારિયેળનું ખમણ નાખી મિક્સ કરી ગૅસ બંધ કરી દો. કાજુ, બદામ અને પિસ્તાંને મિક્સરમાં અધકચરાં પીસી લો અને એને રવામાં મિક્સ કરો. પછી એમાં મિલ્ક પાઉડર, એલચી પાઉડર અને દળેલી સાકર નાખી મિક્સ કરી લો. મિલ્ક પાઉડર નાખવાથી માવાનો ટેસ્ટ આવશે અને ઘૂઘરાની શેલ્ફ-લાઇફ વધી જશે. હવે પડ માટેના લોટને કુણવી એના લૂઆ કરી એને પૂરીના સાઇઝની વણી લો. પછી એની કિનારી પર પાણીવાળી આંગળી ફેરવી પૂરીની વચ્ચે પૂરણ ભરી પૂરીને ફોલ્ડ કરી એની કિનારીને બરાબર દબાવી નાની-નાની ચપટી લઈ ઘૂઘરાની બૉર્ડર કરી એને સીલ કરી લો. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લો. એક ઘૂઘરો તૈયાર થાય પછી બીજો ઘૂઘરો કરો ત્યાં સુધી પહેલા ઘૂઘરાને પ્લેટમાં રાખી એના પર ભીનું કપડું મૂકી રાખવું જેથી ઘૂઘરા સુકાઈ ન જાય. ગૅસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો. પછી ગૅસને સ્લો કરી એકસાથે ૩-૪ ઘૂઘરા ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવા. ઠંડા થાય ત્યારે ડબ્બામાં ભરી લેવા.


