અહીં શીખો મગ દાળ પાયસમ
મગ દાળ પાયસમ
સામગ્રી : ૧ કપ પીળી મગ દાળ, ૨ કપ પાણી, ૧ કપ ગોળ, ૧ કપ પાણી, ૨ મોટા ચમચા ખમણેલું કોપરું, ૧ કપ કોકોનટ મિલ્ક, ૩ મોટા ચમચા ઘી, ૨ મોટા ચમચા કાજુ, ૨ ચમચા કિસમિસ, ૧/૨ ચમચી એલચી પાઉડર.
રીત : મગ દાળને એક પૅનમાં ધીમા ગૅસ પર શેકો. ઠંડું કરીને પાણીથી ધોઈ લો. કુકરમાં બે ચમચી ઘી નાખીને બે મિનિટ સાંતળો. હવે આમાં બે કપ પાણી નાખી બે વ્હિસલ કરીને દાળને બરાબર રાંધો. એક પૅનમાં એક કપ ગોળ અને અડધો કપ પાણી નાખીને ત્રણ મિનિટ માટે ગૅસ પર ઓગાળીને ગાળી લો. ગોળના મિશ્રણને દાળમાં મિક્સ કરો. અડધો કપ પાણી નાખીને ગોળ અને દાળને પાંચ મિનિટ રાંધો. હવે આમાં કોકોનટ મિલ્ક, ચપટી મીઠું, કોપરું નાખી ધીમા ગૅસ પર એક ઊભરો લો. વધારે ઉકાળવું નહીં, નહીં તો દૂધ ફાટવાના ચાન્સ રહે. સાદું દૂધ પણ વાપરી શકાય. બે ચમચા ઘીમાં કાજુ, કિસમિસને સાંતળી લો અને એલચી પાઉડર સાથે પાયસમમાં મિક્સ કરો અને થોડા ઉપર ગાર્નિશ કરો. ટ્રેડિશનલ અને પૌષ્ટિક સાઉથ ઇન્ડિયન સ્વીટ પાયસમ ગરમ અથવા ઠંડું સર્વ કરો.
