Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: લીલી હળદરના લાડુ

આજની રેસિપી: લીલી હળદરના લાડુ

Published : 05 February, 2026 01:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો લીલી હળદરના લાડુ

લીલી હળદરના લાડુ

લીલી હળદરના લાડુ


સામગ્રી : લીલી હળદર ૫૦૦ ગ્રામ, દેશી ગોળ ૫૦૦ ગ્રામ, મખાના ૧૦૦ ગ્રામ, કાજુ ૫૦ ગ્રામ, બદામ ૫૦ ગ્રામ, અખરોટ ૫૦ ગ્રામ, દ્રાક્ષ ૫૦ ગ્રામ, મગજતરીનાં બી ૧/૨ કપ, ગ્રેટેડ કોકોનટ ૧ કપ, ઘી ૧૦૦ ગ્રામ, મરી પાઉડર ૧ ચમચી.

રીત : સૌથી પહેલાં એક પૅનમાં ઘી લઈ એમાં બદામ, કાજુ, દ્રાક્ષ, રોસ્ટ કરી લેવા. પછી બાઉલમાં કાઢી એમાં મખાના, મગજતરીનાં બી રોસ્ટ કરી લેવાં. હવે હળદરને છોલી પછી છીણી લેવી. હવે પૅનમાં બે ચમચી ઘી લઈ એમાં છીણેલી હળદરને શેકી લેવું. હવે બાઉલમાં કાઢી એમાં સમારેલો ગોળ ઉમેરવો. મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઉં. હવે રોસ્ટ કરેલા મખાના અને મગજતરીને ક્રશ કરી ગોળમાં ઉમેરવું. પછી કાજુ, બદામ, અખરોટને ક્રશ કરી એમાં ઉમેરવું.



હવે એમાં શેકેલી હળદર અને કોપરાના છીણને ઉમેરવું. સરખું હલાવી બધું મિક્સ કરવું. છેલ્લે મરી પાઉડર ઉમેરી સરખું મિક્સ કરી લેવું. હવે મિશ્રણને ઠંડું થવા દઉ. પછી એના લાડુ વાળવા. તો તૈયાર છે એકદમ હેલ્ધી લાડુ.


ટિપ : મરી પાઉડર મિક્સ કરવાથી સ્વાદ સાથે પાચનશક્તિ પણ સારી રહે છે.

લીલી હળદરના ફાયદા : શરદી, ખાંસી, આંખમાં ઝામર થઈ હોય તો ઉપયોગમાં લેવાય છે. જેને કોઢ થયો હોય એ માટે ઉપયોગ થાય છે. બાળકોના પેટમાં કૃમિનો નાશ પામે છે. મૂત્રના રોગમાં પણ ઉપયોગ થાય છે. લોહીને શુદ્ધ કરે છે. શ્વાસની તકલીફ અને હેડકી મટાડે છે. અંદર કે બહાર કોઈ પણ જખમ મટાડે છે. જૉઇન્ટ્સના તકલીફમાં પણ ઉપયોગ થાય છે. લીલી હળદરમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, ફૉસ્ફરસ, કૅલ્શિયમ, વિટામિન A અલ્પ માત્રામાં મળે છે.


 

- નેહા ઠક્કર

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK