અહીં શીખો ઘઉંનો મીઠો ખીચડો
ઘઉંનો મીઠો ખીચડો
સામગ્રી : ૨૦૦ ઝીણા ઘઉં, ૨૦૦ ગ્રામ ગોળ, અડધી વાટકી ઘી, અટધી વાટકી કાજુ-બદામના ટુકડા, એક ચમચી કાચી વરિયાળી, એલચી-જાયફળનો પાઉડર, અડધી વાટકી કોપરાનું ખમણ
રીત : ઘઉંમાં ૩થી ૪ ચમચી પાણી નાખીને મિક્સરમાં થોડા ટુકડા જેવું કરી લેવું. પછી ગરમ પાણીમાં ૭થી ૮ કલાક પલાળવા. પછી કુકરમાં પાણી નાખીને ઘઉંને બાફી લેવા. એક લોયામાં ઘી ગોળની પાઈ કરીને એમાં બાફેલા ઘઉં અને ઉપરનો બધો મસાલો નાખીને ઉપર કૉપરાનું ખમણ નાખીને ગરમ-ગરમ પીરસવું. ઉતરાણના દિવસે ખાસ આ ખીચડાનું મહત્ત્વ છે.
ADVERTISEMENT
- સુધા જિતેન્દ્ર સંઘવી
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


