જો ટ્રાય કરવી હોય તો બાવીસ વર્ષ પહેલાં પોલિયોગ્રસ્ત સંતોષ ભોસલેએ કાંદિવલીના એસ. વી. રોડ પર ફાયર-બ્રિગેડની સામે શરૂ કરેલા ફૂડ સ્ટૉલ હંગર પૉઇન્ટમાં એક આંટો મારી આવો
ખાઈપીને જલસા
તિરંગા સૅન્ડવિચ, મેક્સિકન પનિની અને કસાટા સૅન્ડવિચ સાથે સંતોષ ભોસલે
આજકાલ એક ટેબલ અને આકર્ષક ફૂડ-આઇટમના ફોટો લગાવીને ફૂડ-સ્ટૉલ શરૂ કરવો કોઈ મોટી વાત નથી રહી. પરંતુ અઘરું છે શરૂ કરેલા આ સ્ટાર્ટઅપને ટકાવી રાખવાનું. આવા ટફ કૉમ્પિટિશનના માહોલ વચ્ચે પણ જૂના વારસાને જાળવીને નવા બદલાવ સાથે તાલથી તાલ મેળવીને ચાલનારા ફૂડ-વેન્ડર્સ પણ હજી છે. મુંબઈની સ્ટ્રીટ-ફૂડની દુનિયામાં સક્રિય આવા જ એક અનોખા ફૂડ-સ્ટૉલની વાત અમે લઈને આવ્યા છીએ.