Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જય જલારામ ખમણ હાઉસ : ભાઈંદરમાં ૩૦ વર્ષથી

જય જલારામ ખમણ હાઉસ : ભાઈંદરમાં ૩૦ વર્ષથી

Published : 05 September, 2026 07:35 PM | IST | Mumbai
Darshini Vashi

ક્યાં મળશે? : જય જલારામ ખમણ હાઉસ, સિક્સ્ટી ફીટ રોડ, શ્રીપાલનગર, ભાઈંદર-વેસ્ટ

જય જલારામ ખમણ હાઉસ : ભાઈંદરમાં ૩૦ વર્ષથી

જય જલારામ ખમણ હાઉસ : ભાઈંદરમાં ૩૦ વર્ષથી


વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો ખમણ અને ઢોકળાં છે. જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં-ત્યાં વસે ખમણ અને ઢોકળાં. એમ ભાઈંદરમાં જ્યાં ગુજરાતીઓની વસ્તી ઘણી વધારે છે ત્યાં રાજુભાઈ સંઘવી છેલ્લાં ૩૦ વર્ષથી ખમણ અને ઢોકળાં વેચી રહ્યા છે. તેમની પાસે ગણીને પાંચ-છ જેટલી ગુજરાતી આઇટમો છે છતાં અહીં સવારથી લોકોની લાઇન લાગે છે. ચાલો જાણીએ તેમના ગુજરાતી નાસ્તામાં એવી તે શું ખાસિયત છે. ભાઈંદર-વેસ્ટમાં રહેતા અને ત્યાં જ જલારામ ખમણ હાઉસ નામની દુકાન ધરાવતા રાજુભાઈ સંઘવી (સુરેન્દ્રનગરવાળા)  કહે છે, ‘હું પચીસ વર્ષ સુધી લારી પર ખમણ, ખાંડવી અને ઢોકળાં લઈને આખા ભાઈંદરમાં ફરતો હતો અને વેચતો હતો. લોકોને એ ખૂબ ભાવતાં હતાં. પછી મેં પાંચેક વર્ષ પહેલાં જ નાનકડી શૉપ શરૂ કરવાનું સાહસ કર્યું. અહીં મેં બીજી ત્રણ-ચાર આઇટમ ઉમેરી. હવે અહીં ખમણ, ઢોકળાં ઉપરાંત પાતરાં, ખમણી અને ખાંડવી પણ મળે છે. શિયાળામાં અમે ઊંધિયું પણ બનાવીએ છીએ. એકસરખા સ્વાદને લીધે લોકોને મારી આઇટમ આજે પણ એટલી જ ભાવે છે. મેં મારા ભાવ પણ ખૂબ જ રીઝનેબલ રાખ્યા છે. ઘણા લોકોને વિશ્વાસ નથી થતો, પરંતુ સત્ય એ છે કે હું મારી કોઈ પણ ફરસાણની આઇટમમાં આથો લાવવા માટે કંઈ પણ નાખતો નથી. સોડા, લીંબુ, દહીં અને છાશ જેવું કંઈ પણ મારી આઇટમમાં પડતું નથી છતાં એ કુદરતી રીતે સરસ, પોચાં અને સ્વાદિષ્ટ બને છે. દરેક વસ્તુ હું મારા હાથથી જ બનાવું છું. બહુ ઓછા લોકો એવા હોય છે જેમના હાથની ગરમીથી કુદરતી રીતે આથો આવી જતો હોય છે. એમાંનો હું એક છું.’ ક્યાં મળશે? : જય જલારામ ખમણ હાઉસ, સિક્સ્ટી ફીટ રોડ, શ્રીપાલનગર, ભાઈંદર-વેસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 07:35 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK