Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈમાં વળતર મેળવવા ઊભાં કરાયેલાં ૧૨૦૦ બોગસ મકાનો જમીનદોસ્ત

વસઈમાં વળતર મેળવવા ઊભાં કરાયેલાં ૧૨૦૦ બોગસ મકાનો જમીનદોસ્ત

Published : 05 September, 2026 10:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરાર-અલીબાગ કૉરિડોર રૂટ પર સરકારી લાભ મેળવવા ૪ દીવાલો ઊભી કરીને મકાનો બનાવવામાં આવ્યાં હતાં, આ વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ કૉરિડોર વસઈ-ઈસ્ટના પોમણ વિસ્તારમાંથી પસાર થવાનો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પ્રસ્તાવિત વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ ટ્રાન્સપોર્ટ કૉરિડોરના રૂટ પર સરકારી વળતર મેળવવાના ઇરાદાથી વસઈ-ઈસ્ટના પોમણમાં ગેરકાયદે રીતે ઊભાં કરવામાં આવેલાં આશરે ૧૨૦૦ જેટલાં બોગસ બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.
જમીન-સંપાદનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે સરકાર પાસેથી મોટા વળતરનો દાવો કરી શકાય એ માટે લૅન્ડ-માફિયાઓએ આ જમીનો પર ગેરકાયદે બાંધકામો કર્યાં હોવાની ફરિયાદો મળ્યા બાદ પ્રશાસને છેલ્લા ૩ દિવસ દરમ્યાન આ મોટી ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટા ભાગનાં બાંધકામો માત્ર ૪ દીવાલો ઊભી કરીને બનાવવામાં આવ્યાં હતાં, જેથી એને રેસિડેન્શિયલ મકાનો તરીકે દર્શાવીને યોજનાથી પ્રભાવિત વ્યક્તિ તરીકે વળતર મેળવી શકાય.
આ વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ કૉરિડોર વસઈ-ઈસ્ટના પોમણ વિસ્તારમાંથી પસાર થવાનો છે. તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે સ્થાનિક અધિકારીઓની કથિત મિલીભગતથી આમાંથી કેટલાંક બોગસ બાંધકામ પર પ્રૉપર્ટી-ટૅક્સ પણ આકારવામાં આવ્યો હતો. પ્રશાસને આ મામલે સખત વલણ અપનાવી સમગ્ર વિસ્તારને અતિક્રમણમુક્ત કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK