દૂધને ઉકાળવા મૂકો. ઊભરો આવે ત્યારે એમાં ચોખાની પેસ્ટ ઉમેરો. દૂધને સતત હલાવતા રહો. ઘટ્ટ થાય ત્યારે એમાં ખાંડ અને ૧ ચમચી કેસરવાળું દૂધ નાખી બે મિનિટ પછી ગૅસ બંધ કરવો
કેસર ફિરની
સામગ્રી : ૬ ચમચી ચોખા, ૧ લીટર દૂધ, ૪-૫ ચમચા ખાંડ, ૧ ચપટી કેસર અને ૪-૫ પિસ્તાંની કતરણ.
રીત : ચોખાને ધોઈ ૧ કલાક માટે પલાળી રાખો. પછી એની મિક્સરમાં પેસ્ટ તૈયાર કરો. કેસરને બે ચમચી દૂધમાં પલાળી રાખો. દૂધને ઉકાળવા મૂકો. ઊભરો આવે ત્યારે એમાં ચોખાની પેસ્ટ ઉમેરો. દૂધને સતત હલાવતા રહો. ઘટ્ટ થાય ત્યારે એમાં ખાંડ અને ૧ ચમચી કેસરવાળું દૂધ નાખી બે મિનિટ પછી ગૅસ બંધ કરવો અને એને માટીનાં નાનાં કોડિયાં અથવા કાચની વાટકીમાં કાઢી એના પર કેસરવાળું દૂધ અને પિસ્તાંની કતરણથી સજાવવું. આને ફ્રિજમાં ઠંડું કરી પછી સર્વ કરવું.
-કાજલ ડોડિયા


