મલ્ટિ-ગ્રેન પરાઠા
ADVERTISEMENT
(મીતા ભરવાડા)
સામગ્રી
- અડધો કપ ઘઉંનો લોટ
- અડધો કપ બાજરીનો લોટ
- અડધો કપ જુવારનો લોટ
- અડધો કપ બારીક સમારેલી મેથી
- એક ચમચી અજમો
- પા ચમચી મરી પાઉડર
- પા ચમચી સાકર
- બે ચમચી દહીં
- એક ચમચી તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- શેકવા માટે ઘી
રીત
એક બાઉલમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને જુવારનો લોટ મિક્સ કરો. એમાં સમારેલી મેથી, અજમો, મરી પાઉડર, દહીં, સાકર, તેલ અને મીઠું નાખી મિક્સ કરો. જોઈતા પ્રમાણમાં પાણી નાખી કડક લોટ બાંધો. પંદર મિનિટ રહેવા દો. હવે એના લૂઆ કરી જાડી ભાખરીની જેમ વણો. હવે ગૅસ પર તવી ગરમ કરી બન્ને તરફ કાચું-પાકું શેકી ઘી લગાવી કડક શેકો. નાસ્તામાં ચા સાથે પીરસી શકાય.