પાલક, સ્પ્રાઉટ મગ અને ચીઝથી બનાવેલો પાલક-સ્પ્રાઉટ ચીઝ ચિલ્લો સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક પણ છે. નાસ્તા કે હળવા ભોજન માટે આ સરળ અને ઝટપટ રેસિપી અજમાવી શકાય છે.
આજની રેસિપી : હરિયાલી ડિલાઇટ
સામગ્રી : ૧૫થી ૨૦ પાલક પત્તાં, ૧/૨ વાટકી સ્પ્રાઉટ મગ, અડધું કૅપ્સિકમ, ૧/૨ વાટકી રવો, બે ચમચી ચણાનો લોટ, બે મોટી ચમચી ચોખાનો લોટ, ૧/૨ વાટકી દહીં, આદું-મરચાંની પેસ્ટ એકથી ૧/૨ ચમચી, કોથમીર, મીઠું, રજવાડી ગરમ મસાલો ૧/૨ ચમચી, ૧ ચમચી ઇનો, તેલ, ચીઝ, કેચપ, પીત્ઝા સૉસ, ગ્રીન ચટણી
રીત : પાલક, દહીં, રવો, કૅપ્સિકમ, લોટ, કોથમીર બધું મિક્સરમાં પીસવું અને ખીરું તૈયાર કરવું. એમાં મસાલો નાખીને પાંચથી ૧૦ મિનિટ ઢાંકીને મૂકી રાખવું. ગૅસ ચાલુ કરીને એક ચમચાથી એકસરખા ચિલ્લા બેઉ બાજુ શેકીને ઉતારી લેવા. એક પ્લેટમાં ચિલ્લા મૂકીને તમને જોઈએ એ પ્રમાણે પીત્ઝા સૉસ યા કેચપ લગાવી ઉપર ચીઝ છીણીને પાથરવું. ગ્રીન ચટણી સાથે પણ સરસ લાગે છે.
