Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નયનતારાએ પહેરી તમન્નાની બ્રાન્ડની જ્વેલરી, એક્ટ્રેસનો લુક વાયરલ

નયનતારાએ પહેરી તમન્નાની બ્રાન્ડની જ્વેલરી, એક્ટ્રેસનો લુક વાયરલ

Published : 11 August, 2026 04:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાઉથની જાણીતી એક્ટ્રેસ અને લેડી સુપરસ્ટાર નયનતારા જ્યાં પણ જાય છે ત્યાં તેના લુકની ચર્ચા થતી જ હોય છે. હાલમાં નયનતારા પોતાની અપકમિંગ ફિલ્મની પ્રેસ કૉન્ફરન્સમાં પહોંચી હતી. આ દરમિયાન તે ઑરેન્જ કલરની સુંદર સાડીમાં જોવા મળી હતી.

નયનતારાએ પહેરી તમન્નાની બ્રાન્ડની જ્વેલરી

નયનતારાએ પહેરી તમન્નાની બ્રાન્ડની જ્વેલરી


સાઉથની જાણીતી એક્ટ્રેસ અને લેડી સુપરસ્ટાર નયનતારા જ્યાં પણ જાય છે ત્યાં તેના લુકની ચર્ચા થતી જ હોય છે. હાલમાં નયનતારા પોતાની અપકમિંગ ફિલ્મની પ્રેસ કૉન્ફરન્સમાં પહોંચી હતી. આ દરમિયાન તે ઑરેન્જ કલરની સુંદર સાડીમાં જોવા મળી હતી. સાડીમાં તેનો લુક તો ખૂબ જ સુંદર લાગતો હતો, પરંતુ તેની જ્વેલરીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ વાત એ હતી કે નયનતારાએ આ ખાસ ઇવેન્ટ માટે એક્ટ્રેસ તમન્ના ભાટિયાની જ્વેલરી લાઇનના દાગીના પહેર્યા હતા. નયનતારાના આ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ તેની જ્વેલરીની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

નયનતારાએ પહેર્યો ખાસ ડાયમંડ નેકલેસ



નયનતારાએ ઑરેન્જ સાડી સાથે સુંદર ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસ 18 કેરેટ યલો ગોલ્ડથી બનાવવામાં આવ્યો છે અને તેમાં 665 નેચરલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. નેકલેસની સાથે તેણે સુંદર બ્રેસલેટ પણ પહેર્યું હતું, જેમાં 361 નેચરલ ડાયમંડ હતા. આ જ્વેલરી ખૂબ જ હેવી નહોતી, પરંતુ નયનતારાના સાડીના લુકને એકદમ પરફેક્ટ રીતે મેચ થઈ રહી હતી. નેકલેસ તેના ગળા પર ખૂબ જ સુંદર લાગતો હતો, જ્યારે બ્રેસલેટે તેના લુકમાં થોડી વધુ શાઇન ઉમેરી હતી. એટલું જ નહીં, નયનતારાએ ડાયમંડ રિંગ, સ્લિમ બ્રેસલેટ અને ગોલ્ડ બૅન્ડ પણ પહેર્યા હતા. તેના સમગ્ર લુકમાં સાડી અને જ્વેલરીનું કૉમ્બિનેશન ખૂબ જ સુંદર લાગતું હતું.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tamannaah Fine Jewellery (@tamannaahfinejewellery)


નયનતારાએ તમન્ના માટે લખી ખાસ વાત

નયનતારા માત્ર જ્વેલરી પહેરીને અટકી નહોતી. તેણે સોશિયલ મીડિયા પર તમન્ના ભાટિયા માટે એક ખાસ પોસ્ટ પણ શેર કરી હતી. નયનતારાએ તમન્નાના કામના વખાણ કરતા કહ્યું કે તેની બનાવેલી જ્વેલરી પહેરીને તેને ખૂબ જ ખુશી અને ગર્વ અનુભવાયો. નયનતારાએ લખ્યું કે, પોતાની મિત્ર તમન્નાને આગળ વધતી, કંઈક નવું બનાવતી અને પોતાના સપનાને સાકાર કરતી જોવી તેના માટે ખૂબ જ ખુશીની વાત છે. તેણે તમન્ના પર વ્હાલ પણ વરસાવ્યો હતો.

તમન્નાએ પણ નયનતારાને આપ્યો પ્રેમાળ જવાબ

નયનતારાની આ પોસ્ટ તમન્ના ભાટિયાએ પણ શેર કરી હતી અને ખૂબ જ પ્રેમથી તેનો જવાબ આપ્યો હતો. તમન્નાએ લખ્યું કે નયનતારાને પોતાની જ્વેલરી પહેરીને આટલી સુંદર રીતે તેને શોભાવતા જોવું તેના માટે શબ્દોમાં ન કહી શકાય તેવી ખુશીની વાત છે. તમન્નાએ નયનતારાને તેની અપકમિંગ ફિલ્મ માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

નયનતારા પહેલાં કંગના રનૌત અને સામંથા રૂથ પ્રભુ જેવી એક્ટ્રેસ પણ તમન્નાની જ્વેલરી પહેરી ચૂકી છે. ત્રણેય એક્ટ્રેસની ફેશન સેન્સ એકબીજાથી ઘણી અલગ છે, તેમ છતાં તમન્નાની જ્વેલરી તેમના લુક સાથે સરળતાથી મેચ થાય છે. હવે નયનતારાના આ લુક બાદ ફરી એકવાર તમન્નાની જ્વેલરી ચર્ચામાં આવી છે. નયનતારાનો સાડી લુક હોય કે તેની સુંદર જ્વેલરી, સોશિયલ મીડિયા પર ફેન્સને તેનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK