જુહુમાં રહેતાં અને બાઇકિંગનાં શોખીન રોશની જૈને અંધેરીમાં સિટી મૉલના ગેટ પાસે ‘ગુડ ફૂડ ટ્રક’ નામે એક વર્ષ પહેલાં શરૂ કરેલી અનોખી ફૂડ ટ્રકમાં અનેક હેલ્ધી અને એક્ઝૉટિક આઇટમો મળશે
ખાઈપીને જલસા
ગુડ ફૂડ ટ્રક
અંધેરી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા સિટી મૉલના એક્ઝિટ ગેટ પાસે છેલ્લા એકાદ વર્ષથી એક ફૂડ ટ્રક ઊભી રહે છે જેનું નામ છે ‘ગુડ ફૂડ ટ્રક’. આ ફૂડ ટ્રક તો ખાસ છે જ, પરંતુ એ શરૂ કરનારાં રોશની જૈનની જર્ની પણ એટલી જ ખાસ છે.