શેકેલી સિંગનો ભૂકો અને અધકચરા તળેલા બટાટા ઉમેરી હલાવી એકરસ કરી લો (બટાટા ભાંગે નહીં એનું ધ્યાન રાખવું). ગૅસ બંધ કરી
તીખી-તમતમતી વાનગી લસણિયા બટાટા
સામગ્રીઃ એક કિલો બટાટા, ૧૦૦ ગ્રામ કાશ્મીરી મરચાં (આખાં), ૫૦ ગ્રામ રેશમપટ્ટી મરચાં (આખાં), ૧૫૦ ગ્રામ લસણ, ૨૫૦ ગ્રામ લાલ ટમેટાં (પ્યુરી બનાવવા માટે) અથવા ૧ મોટો વાટકો તૈયાર ટમેટો પ્યુરી, ૧ ચમચી લાલ મરચું (પાઉડર), ૨ ચમચી શેકેલું જીરું (પાઉડર), ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી હળદર, પા ચમચી હિંગ, ૧ ચમચી આખું જીરું, લીમડાનાં પાન (વઘાર માટે), એક નાનો વાટકો શેકેલી સિંગનો ભૂકો, ૧ મોટો ચમચો ટમેટો કેચપ, ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ.
બનાવવાની રીત: ૧) કાશ્મીરી મરચાં અને રેશમપટ્ટી મરચાંને ડીંટિયાં તોડી એક વાસણમાં ડુબાડી પલળવા દો. ૨) એક બટાટાના ચાર ટુકડા એમ બધા બટાટાને કાપી બાફી લો, (બટાટાને પાણીમાં ડુબાડી ન બાફતાં કાણાંવાળા છીબામાં વરાળથી બાફવાના), ૩) બટાટાને છાલ ઉતારી અધકચરા તળીને બાજુ પર મૂકી દો. ૪) પલાળેલાં મરચાં અને લસણને મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો. ૫) એક ફ્રાય પૅનમાં એક મોટો ચમચો તેલ મૂકી આખું જીરું, લીમડાનાં પાન અને હિંગનો વઘાર કરી એમાં હળદર, લાલ મરચું નાખી લસણ-મરચાંની બનાવેલી પેસ્ટને ચોડવી લો. ચોડવેલી પેસ્ટમાં ટમેટો પ્યુરી ઉમેરો. ટમેટો પ્યુરી પાકે ત્યાં સુધી ચડવા દો. શેકેલી સિંગનો ભૂકો અને અધકચરા તળેલા બટાટા ઉમેરી હલાવી એકરસ કરી લો (બટાટા ભાંગે નહીં એનું ધ્યાન રાખવું). ગૅસ બંધ કરી ટમેટો કેચપ, ગરમ મસાલો, શેકેલું જીરુ ઉમેરી હલાવી બરાબર મિક્સ કરી લો. કોથમીર ભભરાવી પાંચ મિનિટ ઢાંકી રાખો.
ADVERTISEMENT
-લલિત વોરા
કિચન ટિપ્સ
વાસણની પણ એક્સપાયરી હોય?

નૉનસ્ટિક વાસણમાં કોટિંગ નીકળવા લાગ્યું હોય, ખોરાક ચોંટી જતો હોય અથવા ખાલી વાસણ ગરમ કરતાં સ્મેલ આવે તો સમજી જવું કે એનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે. તાત્કાલિક એને નવા વાસણથી રિપ્લેસ કરી લેવું.
ઍલ્યુમિનિયમના વાસણની ચમક જતી રહી હોય અથવા કાટ લાગવાની શરૂઆત થાય એનો અર્થ છે કે એ એક્સપાયર થઈ ગયું છે.
પ્લાસ્ટિકનાં વાસણોનો રંગ આછો પડતો દેખાતો હોય અને વાસણમાંથી ખોરાકની સમેલ સતત આવ્યા કરે તો એને રસોડામાંથી કાઢી નાખવામાં જ ભલાઈ છે.
તાંબા કે કાંસાનાં વાસણોમાં ખાટા પદાર્થ રાખવાથી એ ઝેરી બની શકે છે અને સાથે એ વાસણની લાઇફ પણ ઓછી થતી જાય છે.
વાસણ બરાબર ઘસવા છતાં એની ચમક પાછી ન આવે તો એ એક્સપાયર થવાના સંકેત છે.


