માત્ર મમ્મીએ શીખવેલી રસોઈને પૂનમબહેને શોખથી ડેવલપ કરી છે. આજે ફાઇવસ્ટાર હોટેલમાં ઑથેન્ટિક ગુજરાતી ફૂડ-ફેસ્ટિવલ્સ યોજતાં પૂનમબહેનની શેફ બનવાની સંઘર્ષકથા જબરદસ્ત પ્રેરણાદાયી છે
વિલે પાર્લેની બુલેવર્ડ ધ ઑર્કિડ હોટેલના ઑથેન્ટિક ગુજરાતી ફૂડ ફેસ્ટિવલમાં શેફ પૂનમ દેઢિયા.
૩૯ વર્ષનાં શેફ પૂનમ દેઢિયાએ કોઈ કામને નાનું નથી માન્યું. તેમણે લોકોના ઘરે જઈને રસોઈ પણ બનાવી છે અને વાસણ પણ માંજ્યાં છે. એક સમયે જાતે ફરસાણ બનાવીને લોકલ ટ્રેનમાં વેચવા નીકળતાં શેફ પૂનમના હાથની વાનગીઓનો સ્વાદ માઉથ પબ્લિસિટીથી જ એવા લોકો પાસે જઈને પહોંચ્યો કે તેમની પાકકલાની ખરી કદર થવા લાગી. માત્ર મમ્મીએ શીખવેલી રસોઈને પૂનમબહેને શોખથી ડેવલપ કરી છે. આજે ફાઇવસ્ટાર હોટેલમાં ઑથેન્ટિક ગુજરાતી ફૂડ-ફેસ્ટિવલ્સ યોજતાં પૂનમબહેનની શેફ બનવાની સંઘર્ષકથા જબરદસ્ત પ્રેરણાદાયી છે