બાઉલમાં કાઢીને સરખું હલાવી લેવું. ૧૫-૨૦ મિનિટ રાખી મૂકવું. પછી થોડી કોથમીર અને વેજિટેબલ ઍડ કરવાં. એ બધું મિક્સ કરીને પછી વઘાર કરવો
લીલા વટાણાનો હાંડવો
સામગ્રી :૧ કપ વટાણા, ૧ કપ કોથમીર, ૧૦-૧૫ પત્તાં લીમડો, આદું, મરચાં, મીઠું, ૧ કપ રવો, પા કપ ચોખાનો લોટ, ૧ કપ દહીં, ૧/૪ કપ પાણી, ખમણેલું ગાજર, કૉર્ન, કૅબેજ (૪ હાંડવાનું માપ)
વઘાર માટે : તેલ, રાઈ, જીરું, તલ, લીમડો.
ADVERTISEMENT
રીત : વટાણા, કોથમીર, લીમડો, મરચાં, આદું, મીઠું, ચોખાનો લોટ, દહીં, રવો બધું મિક્સરમાં ઝીણું પીસવું. થોડું પાણી નાખીને પીસવું. બાઉલમાં કાઢીને સરખું હલાવી લેવું. ૧૫-૨૦ મિનિટ રાખી મૂકવું. પછી થોડી કોથમીર અને વેજિટેબલ ઍડ કરવાં. એ બધું મિક્સ કરીને પછી વઘાર કરવો. વઘાર માટે તેલ મૂકીને રાઈ, જીરું, તલ, લીમડો અને હિંગ નાખીને બૅટરમાં મિક્સ કરવું. એ પછી બૅટરને બરાબર હલાવીને થોડું જ તેલ મૂકીને કડાઈ કે લોયામાં બૅટર નાખીને હાંડવાના પૂડલા જેવું બનાવવું. બેઉ તરફ થોડોક બ્રાઉન રંગ આવે એટલે ઉતારીને ગરમાગરમ સર્વ કરવો.
-પુનિતા શેઠ


