ભાવિન ભાનુશાલીના શૂઝ માટે ઘરમાં એક અલાયદું વૉક-ઇન-વૉર્ડરૉબ છે
ભાવિન ભાનુશાલી શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
ADVERTISEMENT
આજની યુવા પેઢી જેને ફૅશન આઇકૉન માને છે તેવા ભાવિન ભાનુશાલીને તમે ગુજરાતી અને હિન્દી મ્યુઝિક વીડિયો, વૅબ સિરીઝ, સિરિયલ, ફિલ્મ એમ દરેક માધ્યમ પર જોયા છે. સોશ્યલ મીડિયા સેન્સેશન ભાવિન ભાનુશાલી આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : જેટલાં પણ છે ઓછા પડે છે. મારા કપડાં માટે હું નોર્મલ વૉર્ડરૉબ વાપરું છું. પણ મને શુઝનો બહુ શોખ છે એટલે મેં મારા શૂઝ માટે વૉક-ઇન-વૉર્ડરૉબ બનાવડાવ્યું છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : જે વૉર્ડરૉબમાં સૌથી વધુ વ્હાઇટ શર્ટ જોવા મળે એ વૉર્ડરૉબ ભાવિનનું જ હોય એ મારી નજીકની દરેક વ્યક્તિને ખબર છે.
આ પણ વાંચો – વૉર્ડરૉબ ગોઠવવું એ મારા માટે ડિટૉક્સ કરવા જેવું છે : સોનાલી લેલે દેસાઈ
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : જ્યાં સુધી મારી મમ્મી આમ બુમો પાડીને અને ત્રાસીને કહે નહીં ને કે, ભાવિન તારું વૉર્ડરૉબ સરખું ગોઠવ ત્યાં સુધી લગભગ હું ગોઠવવાની મહેનત કરતો નથી.

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : મારી માટે વૉર્ડરૉબની ગોઠવણી ઇઝ ઇક્વલ ટુ મમ્મી. મારી મમ્મી વગર હું વૉર્ડરૉબ ગોઠવવાનો વિચાર પણ ન કરી શકું. હું ને મારી મમ્મી સાથે મળીને વૉર્ડરૉબ ગોઠવીએ. હું કહેતો જાઉં એમ એમ મારી મમ્મી વૉર્ડરૉબમાં કપડાં ગોઠવતી જાય.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : મને સેક્શન મુજબ કપડાં ગોઠવવાની આદત છે. હું અને મમ્મી ગોઠવણી કરીએ ત્યારે કલર પ્રમાણે પણ કપડાં ગોઠવીએ.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : કલર પ્રમાણે કપડાંની ગોઠવણી કરો તો હંમેશા સરળ પડે છે.
આ પણ વાંચો – મારા વૉર્ડરૉબ માટે એક શબ્દ પરફેક્ટ છે, `અસ્તવ્યસ્ત` : મલ્હાર ઠાકર
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : ના જરાય નહીં. મારી મમ્મી તો મને હંમેશા કહે કે, ભાવિન તારા લગ્ન થશે ત્યારે તારી પત્નીના કપડાં મુકવા માટે તારા વૉર્ડરૉબમાં જગ્યા કરીશ કે નહીં! ખબર નહીં આવનારી વહુ એના કપડાં ક્યાં મુકશે.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : ના ક્યારેય નહીં. પણ મારા કલેક્શનમાં સોથી વધુ વ્હાઈટ શર્ટ, કુર્તા અને ઇન્ડિયન આઉટફિટ છે. મને શૂઝનો બહુ શોખ છે. મારા શૂઝના વૉક-ઇન-વૉર્ડરૉબમાં ૮૯ કરતાં વધુ શૂઝ છે.

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : મેં હમણાં નેટફ્લિક્સના શૉ સોશ્યલ કરન્સીના ટ્રેલર લૉન્ચમાં વર્સાચેનો બ્લેક સૂટ પહેર્યો હતો. જે મેં લગભગ દોઢ લાખમાં લીધો છે. આ મારી તાજેતરમાં થયેલી સૌથી મોંઘી ખરીદી છે.
જો સૌથી સસ્તી શોપિંગની વાત કરું તો, લગભગ એક વર્ષ પહેલાં હું શિમલા ફરવા ગયો હતો ત્યારે મેં દિલ્હીની ફૅમસ શોપિંગ માર્કેટમાંથી માત્ર ૫૦ રુપિયાનું જૅકેટ ખરીદયું હતું. પણ એ જૅકેટ જોઈને કોઈ નહીં કહે કે ૫૦ રુપિયાનું હશે, લાગતું એકદમ કોઈ હાઇફાઇ બ્રાન્ડનું દસથી પંદર હજારનું હોય તેવું હતું.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : હું રેગ્યુલરમાં જે ચાર-પાંચ જીન્સ પહેરું છે એ મારું મનપસંદ કોર્નર છે. મમ્મી બધા કપડાં ગોઠવીને મુકે ત્યારે એ પાંચ જીન્સ અલગ જ રાખે. કારણકે હરીફરીને છેલ્લે મારો હાથ એ જીન્સની થપ્પી પર જ જતો હોય છે.
આ પણ વાંચો – મારી કાર એ મારું સેકન્ડ વૉર્ડરૉબ છે : હાર્દિક સાંગાણી
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : એક જોડી કેઝ્યુલ, એક ટક્સિડો, એક ઇન્ડિયન આઉટફિટ, વાઇટ ઝભ્ભો લહેંગો, બ્લેક શર્ટ, વ્હાઇટ શર્ટ અને એક કમ્ફર્ટેબલ બોક્સર વગર વૉર્ડરૉબ અધુરું છે.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : મારા માટે કમ્ફર્ટ વધારે મહત્વનું છે. જોકે, હું સ્ટાઇલિશ કપડાં પણ કમ્ફર્ટેબલિ કૅરી કરી લઉં છું એટલે વાંધો નથી આવતો.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : જે ટ્રેન્ડ્સ આખું ગામ ફૉલૉ કરતું હશે એ ટ્રેન્ડ્સ હું ક્યારેય ફૉલૉ નહીં કરું. હું મારી સ્ટાઇલ અને ફેશનમાં જ મસ્ત રહું છું. મારી સ્ટાઇલ તમે કેઝ્યુલ અને એસ્થેટિક્સ કહી શકો.

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : Wardrobe Malfunctionsનો નહીં. પણ હા, મારા કપડાં જલદી ગંદા થઈ જાય. હું કોઈપણ પ્રસંગમાં ગયો હોઉં અને જમવા બેસું એટલે ખાવાનું પડે જ, પછી મારે નવો શર્ટ લેવા માટે કોઈને દોડાવવા જ પડે.
બાકી ફેશન ફોપાની વાત કરું તો, મારા મુડને આધારે મારા કપડાંના કલર હોય છે. બહુ કલરફુલ કપડાં પહેર્યા હોય ત્યારે હું બહુ જ એક્સાઇટેડ હોઉં અને દુઃખી હોઉં ત્યારે ડલ રંગના કપડાં પહેરું. પણ જ્યારે કલરફુલ કપડાં પહેરું ત્યારે મને લાગે કે હું જોકર જેવો લાગીશ પણ ખરેખર એવું નથી બનતું.

આ પણ વાંચો – કુલદીપ ગોરના વૉર્ડરૉબમાં ડિઝાઇન્સ વાઇફની કરેલી હોય, પણ ગોઠવણ તો તેની પોતાની જ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારા માટે ફેશન એટલે પોતાની જાતને એક્સેપ્રેસ કરવાની રીત.


