એક્ટરના વૉર્ડરૉબમાં ચશ્માની ફ્રેમ્સની અલગ સ્પેસ છે
મલ્હાર ઠાકર શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
ADVERTISEMENT
અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહેવાતા અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : હું સિમ્પલ સ્લાઇડિંગ ડૉરવાળું વૉર્ડરૉબ વાપરું છું. ગણ્યું તો નથી કે એમાં કેટલા શેલ્ફ છે પણ જેટલા પણ છે બધા ભરેલા જ છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : અસ્તવ્યસ્ત, આ શબ્દ મારા વૉર્ડરૉબ માટે પર્ફેક્ટ છે. મારું આમેય માનવું છે કે, વૉર્ડરૉબ થોડુંક અસ્તવ્યસ્ત હોય ને તો જ મજા આવે. ક્યાંક જતા પહેલાં બે-ચાર કપડાં ટ્રાય કરો ને પછી એમ જ મુકી દો… થોડી મજા આવે.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : એવું કંઈ નક્કી ન હોય. જ્યારે આમ એક હદ પાર થઈ જાય ને કે હવે કંઈ જ મળતું નથી, વૉર્ડરૉબમાં કયાં કયું કપડું છે ખબર જ ન પડે ત્યારે જ હું ગોઠવું.
આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : મને બહુ કંઈ આમ શોખ નહીં કે કપડાં વ્યવસ્થિત એની જગ્યાએ જેમ હોય એમ જ મુકું કે એવું બધું. અને સાચું કહું તો મને રસ પણ ઓછો જ આમ ગોઠવવાનો ને એવો બધો. જેવું પણ હોય વૉર્ડરૉબ બધું એડજસ્ટ કરી લઉં.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : મારે અને વૉર્ડરૉબ ગોઠવવાને એમ કોઈ ખાસ સંબંધ નથી. પહેલાં ટૉપ અને બોટ્સમ એકમાં ગોઠવતો પણ હવે એવું કંઈ નહીં, સમય મળે ત્યારે અને હવે વૉર્ડરૉબ ગોઠવવા સિવાય બીજો કોઈ છુટકો નથી એવું થાય ત્યારે ગોઠવણી કરું છું એને આને જ તમે યુએસપી કહેશો તો મને વાંધો નથી (ખડખડાટ હસે છે).
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : કપડાં જેવા ઈસ્ત્રીમાંથી આવે કે તરત જ કબાટમાં કલર મુજબ ગોઠવણી કરો તો બહુ સરળ પડે.
આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : હા હા એમાં શું હવે… આ બધી બબાતોમાં હું બહુ ફ્લેક્સિબલ છું. સામેવાળાને ફરક પડતો હોય તો ઠીક છે બાકી મને કંઈ જ વાંધો નથી. હું તો મસ્ત સેટ થઈ જાવ.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : શર્ટ-ટીશર્ટ જીન્સનો તો એટલો ખ્યાલ નથી. પણ હા કુર્તા નવરાત્રી કે પ્રસંગમાં પહેરવાના હોય એટલે ગણતરી કરી છે. લગભગ ૧૫ જેટલા કુર્તા છે મારી પાસે. શુઝની વાત કરું તો હવે ૨૦ જોડી છે મારી પાસે.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : તમને એક સરસ કિસ્સો કહું… હું એકવાર મારી એક ફિલ્મના પ્રિમિયર માટે ગયો હતો. ત્યાં મને અર્જન્ટ સોક્સની જરુર પડી હતી. ત્યારે મેં લારી પરથી ૨૯ રુપિયાના મોજાં ખરીદ્યા હતાં. જે મારી ચિપેસ્ટ શોપિંગ છે અત્યાર સુધીની.
સૌથી મોંઘી વાત કરું તો એક પરફ્યુમ જે મેં જાતે ખરીદેલું તેની કિંમત લગભગ ૧૮,૦૦૦થી ૨૦,૦૦૦ રુપિયા હતી. જો ગિફ્ટસની વાત કરું તો મને એક શુઝ ગિફ્ટ મળ્યા છે, લગભગ ૪૦,૦૦૦ રુપિયાના છે. એને હું મારી સૌથી મોંઘી વસ્તુ કહીશ.
આ પણ વાંચો – વૉર્ડરૉબ અરેન્જ કરવામાં મને મમ્મીની મદદ તો જોઈએ જ: જાનકી બોડીવાલા
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : વૉર્ડરૉબમાં મારું મનપસંદ કોર્નર છે, મારા ચશ્માની ફ્રેમ્સનું. મારી પાસે ૭૨ ચશ્માની ફ્રેમ છે અને છતાંય ક્યારેય એમ થાય છે કે હજી ઓછી છે. બીજું મનપસંદ કોર્નર છે ર્પફ્યુમ્સનું.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : ડેનિમ, બ્લેક ટી-શર્ટ, વાઇટ શર્ટ, પ્રિન્ટેડ શર્ટ અને એક કુર્તો તો વૉર્ડરૉબમાં હોવો જ જોઈએ.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : કમ્ફર્ટ જ. આઇ હેટ સ્ટાઇલિંગ પણ હવે કરવું પડે છે.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : હું તો ટ્રેન્ડ આવીને જતો રહે પછી ટ્રેન્ડમાં આવું છું. પણ હા કોઈ મને કહે કે, મલ્હાર અત્યારે ટ્રેન્ડમાં આ ચાલી રહ્યું છે તો હું ટ્રાય ચોક્કસ કરું. તો આમ ૫૦ ટકા ફૉલૉ કરું છું અને ૫૦ ટકા નથી કરતો એમ કહી શકાય.
મારી સ્ટાઇલ કહું તો, સુપર કેઝ્યુલ. શોર્ટ્સ-ટીશર્ટ અને સ્પોર્ટ્સ શુઝ વાત ખતમ.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : ફેશનમાં બહુ કંઈ ખબર પડે તો એવું કંઈ થવાનો સવાલ છે ને.
આ પણ વાંચો – રામ મોરીનું વૉડરૉબ હોય કે સ્ટાઇલ દરેકમાં જોવા મળશે સંસ્કૃતિની છાંટ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારા માટે ફેશન એટલે પર્સોના અને પર્સન જુદું ન પડી જવું જોઈએ. તમે જેવા છો તેવા જ સુંદર દેખાવ. ફેશન એટલે, જેવા છો તેવા જ દેખાવ.