Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હવે ટૉઇલેટ ક્લીન કરવા આઇસ ક્યુબ વાપરો, એકદમ ચકાચક થઈ જશે

હવે ટૉઇલેટ ક્લીન કરવા આઇસ ક્યુબ વાપરો, એકદમ ચકાચક થઈ જશે

Published : 08 June, 2026 12:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૉઇલેટ સાફ કરવા માટે મોંઘાંદાટ કેમિકલ્સ વાપરવા છતાં દુર્ગંધ અને ડાઘથી પરેશાન છો? આઇસ ક્યુબના આ હૅક પાછળ છે રસપ્રદ વિજ્ઞાન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘરની સફાઈમાં સૌથી કંટાળાજનક અને અઘરું કામ કોઈ હોય તો એ છે ટૉઇલેટ ક્લીનિંગ. બજારમાં મળતાં લિક્વિડ ક્લીનર્સ અને મોંઘાં કેમિકલ્સ ધાર્યું પરિણામ નથી આપતાં, કારણ કે લિક્વિડ ક્લીનર ટૉઇલેટ બાઉલમાં નાખતાંની સાથે જ સીધું વહીને ડ્રેનેજમાં જતું રહે છે અને એને કારણે ટૉઇલેટ ક્લીન થતું નથી. જોકે હાલમાં સોશ્યલ મીડિયા પર ટૉઇલેટ ક્લીનિંગ માટે આઇસ ક્યુબ ટ્રિક બહુ વાઇરલ થઈ રહી છે. સાંભળવામાં કદાચ થોડું અજીબ લાગે કે ટૉઇલેટમાં બરફ કેમ નાખવાનો?

ટૉઇલેટ બાઉલમાં જ્યારે બે કપ બરફના ટુકડા નાખો અને એના પર ટૉઇલેટ ક્લીનર લિક્વિડ અથવા વિનેગર નાખો તો લિક્વિડ સીધું પાણીમાં વહી જવાને બદલે બરફની સપાટી પર અટકી જશે અને લાંબા સમય સુધી ત્યાં રહીને ડાઘને હટાવવાનું કામ કરશે. એને પાંચથી ૧૦ મિનિટ સુધી રાખીને પછી ફ્લશ કરશો તો રિઝલ્ટ સારું મળશે. બરફ નૅચરલ સ્ક્રબર તરીકે પણ વર્તે છે. તમે બરફ નાખ્યા બાદ જ્યારે ફ્લશ કરો છો ત્યારે પાણીના જોરદાર પ્રવાહ સાથે બરફના ટુકડા ટૉઇલેટ બાઉલની અંદર ગોળ-ગોળ ફરે છે. આ પ્રક્રિયા દરમ્યાન જામી ગયેલી હળવી ગંદકી અને ક્ષારને ઘસીને સાફ કરી નાખે છે. ભેજને કારણે આવતી દુર્ગંધને દૂર કરવામાં બરફની આ ટ્રિક અસરકારક સાબિત થશે. બરફ જ્યારે ધીમે-ધીમે ઓગળે છે અને ઠંડા પાણી સાથે ફ્લશ થાય છે ત્યારે એ સપાટીને વધુ ઊંડાણપૂર્વક સાફ કરે છે. બરફની સાથે થોડો લીંબુનો રસ કે વિનેગર ઉમેરવાથી દુર્ગંધ દૂર થશે. અઠવાડિયામાં એક વાર આ પ્રયોગ કરવાથી ટૉઇલેટમાં ડાઘ જામતા નથી. જો તમારા ટૉઇલેટમાં મહિનાઓ જૂના જિદ્દી ડાઘ પડી ગયા હોય તો માત્ર બરફ કંઈ નહીં કરી શકે. તમારે પરંપરાગત બ્રશ અને ક્લીનરથી ઘસીને જ સફાઈ કરવી પડશે. એક વાર સાફ થઈ ગયા પછી એને ભવિષ્યમાં ગંદું થતું અટકાવવા માટે આ વાઇરલ હૅક બેસ્ટ છે.



આટલું ધ્યાન રાખજો


આપણા ઘરના ફ્રીઝરમાં જામતા સામાન્ય આઇસ ક્યુબ્સ ટૉઇલેટની પાઇપિંગ સિસ્ટમ માટે સુરક્ષિત છે, કારણ કે એ ડ્રેનેજ પાઇપમાં આગળ વધે એ પહેલાં જ પાણીમાં ઓગળી જાય છે. જોકે ક્યારેય બરફના બહુ મોટા ટુકડા કે આખી બરફની પાટ ટૉઇલેટમાં ન નાખવી જોઈએ. મોટા ટુકડાઓ ફ્લશ-સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK