Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ટ્રેડિશનલ સ્ટાઇલિંગમાં ગ્લૅમરસ લુક

ટ્રેડિશનલ સ્ટાઇલિંગમાં ગ્લૅમરસ લુક

20 March, 2023 06:11 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આ બન્ને કલાકારોનાં બંધગલા આઉટફિટ્સ ટ્રેન્ડિંગ બન્યાં છે ત્યારે આ સ્ટાઇલમાં લેટેસ્ટ શું ચાલે છે તેમ જ ગ્લૅમર ઍડ-ઑન કરવા શું કરવું જોઈએ એ જાણી લો

ટ્રેડિશનલ સ્ટાઇલિંગમાં ગ્લૅમરસ લુક ફેશન ઍન્ડ સ્ટાઇલ

ટ્રેડિશનલ સ્ટાઇલિંગમાં ગ્લૅમરસ લુક


‘નાટુ નાટુ’ સૉન્ગનાં ડાન્સિંગ સ્ટેપ્સનું લોકોને ઘેલું લગાડનારા જુનિયર એનટીઆર અને રામ ચરણે ઑસ્કર અવૉર્ડ‍્સમાં પોતાની ડ્રેસિંગ સ્ટાઇલથી પણ વિદેશીઓને પ્રભાવિત કર્યા હતા. આ બન્ને કલાકારોનાં બંધગલા આઉટફિટ્સ ટ્રેન્ડિંગ બન્યાં છે ત્યારે આ સ્ટાઇલમાં લેટેસ્ટ શું ચાલે છે તેમ જ ગ્લૅમર ઍડ-ઑન કરવા શું કરવું જોઈએ એ જાણી લો

ઑસ્કર અવૉર્ડ્સમાં ‘નાટુ નાટુ’ ફેમ જુનિયર એનટીઆર અને રામ ચરણના કિલર ડાન્સિંગ મૂવ્સ જેટલી જ ચર્ચા તેમનાં આઉટફિટ્સની થઈ. ડ્રેસિંગ સ્ટાઇલ દ્વારા તેમણે ઇન્ડિયા અને ફિલ્મ ‘આરઆરઆર’ને ટ્રિબ્યુટ આપી હતી. જુનિયર એનટીઆરે બ્લૅક વેલ્વેટ કસ્ટમાઇઝ્ડ બંધગલા આઉટફિટ પહેર્યો હતો. ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ એના પર ઇન્ડિયાના નૅશનલ ઍનિમલ ટાઇગરની ડિઝાઇન ધરાવતી ગોલ્ડ મેટાલિક એમ્બ્રૉઇડરી કરી હતી. ફૅશન ડિઝાઇનર જોડી શાંતનુ અને નિખિલે ડિઝાઇન કરેલા રામ ચરણના બંધગલા સેટનાં બટન અને બેજમાં સ્વાતંત્ર્યસેનાનીઓની વાર્તાને વણી લેવામાં આવી હતી. આપણી છાતી ગર્વથી ફૂલી જાય એવા પરિધાનમાં રેડ કાર્પેટ પર ચાલનારા આ કલાકારો ફેશન આઇકન બની ગયા છે ત્યારે બંધગલાનાં આઉટફિટ્સમાં કેવા એક્સપરિમેન્ટ્સ થઈ શકે એ જાણીએ. 


સ્ટાઇલ કેવી હતી?    


‘નાટુ નાટુ’ સૉન્ગનાં ડાન્સ-સ્ટેપ્સનું ઘેલું લગાડનારા જુનિયર એનટીઆર અને રામ ચરણના જાજરમાન બંધગલા આઉટફિટ્સે પણ વિદેશીઓને આકર્ષિત કર્યા એ ભારતીય ડિઝાઇનરો માટે ગર્વની વાત છે. હૅન્ડક્રાફ્ટેડ બ્રૅન્ડ ક્રિશ્વી બાય અનીતા પટેલના ડિઝાઇનર પોતાનો વ્યુ શૅર કરતાં કહે છે, ‘બન્ને કલાકારોના બંધગલા સૂટમાં ઓરિજિનલ રૉયલ સ્ટાઇલ હતી. બ્રિટિશકાળમાં આ સ્ટાઇલ ભારતમાં ઘણી પ્રખ્યાત હતી. લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે એમાં ગ્લૅમર ઍડ કરીને ડિઝાઇનરોએ સરસ એક્સપરિમેન્ટ્સ કર્યા છે. રામ ચરણનો થ્રી-પીસ સૂટ મને ખૂબ જ પસંદ પડ્યો. એસિમેટ્રિકલ કુરતા, મૅચિંગ કલર પૅન્ટ અને બંધગલા જૅકેટમાં તેનું વ્ય​ક્તિત્વ પ્રભાવશાળી લાગતું હતું. ગૌરવ ગુપ્તાની ડિઝાઇને દિલ જીતી લીધું.’

જુનિયર એનટીઆરે બંધગલા જૅકેટ સાથે બ્લૅક સ્ટ્રેટ-ફિટ પૅન્ટ અને બ્લૅક ફૉર્મલ શૂઝ પહેર્યાં હતાં. રામ ચરણે કસ્ટમ-મેડ બંધગાલા જૅકેટ સાથે અનઈવન કુર્તા સાથે સ્ટ્રેટ-ફિટ પૅન્ટ પહેર્યું હતું. આ બન્ને સ્ટાઇલ સિમ્પલ હોવા છતાં ક્લાસી લુક આપે છે. થાણે અને મુલુંડમાં આવેલા હીના ડિઝાઇનર સ્ટુડિયોના પીયૂષ શાહ કહે છે, ‘બન્ને કલાકારોનાં આઉટફિટ્સ ગ્લૅમર અને ટ્રેડિશનનું પર્ફેક્ટ કૉમ્બિનેશન હતાં. જોકે મારું અંગતપણે માનવું છે કે દેશી લુક માટે કલર્સ અને ડિઝાઇન સાથે હજી વધુ એક્સપરિમેન્ટ્સ કરી શકાયા હોત. બ્લૅક વેલ્વેટ વેસ્ટર્ન સ્ટાઇલ છે. રંગોમાં વિવિધતા એ ભારતની ઓળખ છે. યુનિક અને બોલ્ડ લુક માટે હૅન્ડવર્કની જગ્યાએ કાથા વર્ક, ફૂલકારી અથવા ગોટા વર્કના માધ્યમથી પણ ભારતીય સંસ્કૃતિને સુંદર રીતે દર્શાવી શકાય.’


ટ્રેન્ડિંગ ડિઝાઇન

બંધગલાના કુરતા અને જૅકેટ ઑલટાઇમ ટ્રેન્ડી છે, પરંતુ દરેક નવી સીઝનમાં એમાં વેરિયેશન અને વૅલ્યુ ઍડ કરવામાં આવે છે એવું ઉમેરતાં પીયૂષ શાહ કહે છે, ‘બંધગલા પૅટર્નમાં અગાઉ શૉર્ટ કુરતા અને બૉટમમાં ચૂડીદાર અથવા પૅન્ટ ચાલતાં હતાં. અત્યારે બંધ બટન સાથેના લૉન્ગ જોધપુરી કુરતા સુપર ટ્રેન્ડિંગ છે. બીજા કન્સેપ્ટમાં ફ્રન્ટ ઓપન બટનનો લુક આપે છે. ઓપન બટન સ્ટાઇલમાં અંદર ક્લોઝ નેટનો કુરતો હોય એટલે જૅકેટ સ્ટાઇલ લાગે. એમાં કુરતાની લેન્ગ્થ લૉન્ગ અને જૅકેટની લેન્ગ્થ એનાથી થોડી શૉર્ટ રાખવામાં આવે છે. બંધગલાના પ્લેન કુરતાની ઉપર હેવી વર્કવાળું ઓપન જૅકેટ ડિઝાઇનર પીસ બની જાય છે. જોધપુરી ઉપરાંત સીક્વન્સ અથવા લખનવી જૅકેટ પણ ક્લાસિક દેખાય છે. બૉટમમાં પૅન્ટ ઍઝ ઇટ ઇઝ છે. હમણાં કો-ઑર્ડિનેટર એટલે કે ત્રણેય પીસ સેમ ડિઝાઇન અને ફૅબ્રિકના હોય એવી ફૅશન છે. પ્રિન્ટેડ બૉટમ એક્સપ્લોર કરવા જેવી છે. લેટેસ્ટ સ્ટાઇલમાં કાઉલ કુરતા પણ ટ્રેન્ડિંગ છે.’  

આ પણ વાંચો: કેવાં ગ્લેર્સ તમને સૂટ થશે?

લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરતાં અનીતા પટેલ કહે છે, ‘જુનિયર એનટીઆરની બંધગલા સ્ટાઇલ અંગરખાની​ ડિઝાઇનમાંથી અડેપ્ટ કરવામાં આવી છે. એમાં ફ્રન્ટ પૅટર્ન સ્લિટ હતી. અંગરખા સ્ટાઇલના કુરતા ટ્રેન્ડી છે. અગાઉ બંધગલા સૂટમાં અંદર લાઇટ કલરનાં શર્ટ ચાલતાં હતાં. હવે સ્ટ્રેટ કુરતા ઍડ-ઑન થયા છે. આજકાલ વેસ્ટકોટ પણ બંધગલા સાથે ખૂબ ચાલે છે. વેડિંગ સિવાયની ઇવેન્ટમાં રિચ શૂટિંગ ફૅબ્રિક અથવા સિલ્ક સાથે ગ્લૅમરસ લુક આપશે. વેડિંગની ઇવેન્ટ્સમાં રૉ સિલ્ક, જામેવાર અને જૅક્વાર્ડ ફૅબ્રિકમાંથી પસંદગી કરવી. રૉયલ અને ફૉર્મલ બન્ને લુકને લીધે બંધગલા સ્ટાઇલ કૉમન મૅન પર સેલિબ્રિટીઝ જેટલી જ શોભે છે. દરેક એજના પુરુષોની પર્સનાલિટીને સૂટેબલ સ્ટાઇલ હોવાથી ફૅશનજગતમાં એ એવરગ્રીન ટ્રેન્ડમાં સ્થાન પામી છે.’

વેલ્યુ ઍડિશન 

સ્ટાઇલમાં ગ્લૅમર અને વૅલ્યુ ઍડ કરવાના આઇડિયાઝ શૅર કરતાં પીયૂષ શાહ કહે છે, ‘ડિઝાઇનર પીસમાં ઇવેન્ટ્સ અનુસાર નવીનતા ઉમેરવી જોઈએ. કૂલ લુક જોઈએ છે કે હેવી એના આધારે વૅલ્યુ ઍડ કરી શકાય. હલદી જેવા પ્રસંગમાં ઉપર વાઇટ અને નીચેની તરફ યલો જેવા શેડેડ કુરતા મસ્ત લાગે. જુનિયર એનટીઆરનાં આઉટફિટ્સમાં જેમ ટાઇગર ​પ્રિન્ટ હતી એવી જ રીતે આજકાલ બર્ડ્સ પ્રિન્ટ પૉપ્યુલર છે. ડિજિટલ, ઍબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટમાં પણ ટ્રાય કરી શકાય. બધા કરતાં જુદું કરવા માટે ડિઝાઇનરે ઘણુંબધું ધ્યાનમાં રાખવું પડે. વેન્યુ ક્યાં છે? ક્લાયન્ટને સ્ટેજ પર જવાનું છે કે નહીં? સ્ટેજ પર જવાનું હોય તો ડ્રેસિંગમાં શાઇન થાય એ પ્રકારનું ગ્લૅમર ઉમેરવું પડે. થિક ફૅબ્રિકમાં સિવન્સ વર્ક સાથે લેપર્ડ પ્રિન્ટ આપી શકાય. ઘણી વાર ક્લાયન્ટ્સને પર્સનાલિટી સાથે સૂટ કરશે કે નહીં એવી ચિંતા થાય છે. વાસ્તવમાં સ્ટેજ પર સૂટ થશે, કારણ કે એ હાઇલાઇટર છે. પ્લેન ફૅબ્રિકના ડ્રેસિંગમાં એ ઍડ-ઑન કરવાથી લુક ચેન્જ થઈ જાય છે. જેમ કે ફ્રન્ટ શોલ્ડર, બૅક શોલ્ડર અને સ્લીવ્ઝના એલ્બો પાસે એમ્બ્રૉઇડરી વર્ક કરાવી લો.’    

બંધગલા લુકમાં વૅલ્યુ ઍડ-ઑન કરવા એમ્બ્રૉઇડરી બેસ્ટ ઑપ્શન છે એવું જણાવતાં અનીતા કહે છે, ‘વન શોલ્ડર અને કૉલર પર એમ્બ્રૉઇડરીને ફ્લાવર્સ, લીવ્ઝ, ઍનિમલ્સની​ ડિઝાઇન કરાવી શકાય. જરદોશી, રેશમ, બીડ્સ વગેરે જેમ્સ ઍન્ડ જ્વેલ્સનો ઉપયોગ કરીને આઉટફિટ્સને રૉયલ ટચ આપી શકાય.’

20 March, 2023 06:11 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK