Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > મૉલનાં મેકઅપ-ટેસ્ટર્સ સ્કિન-ઇન્ફેક્શનને આમંત્રણ આપે છે?

મૉલનાં મેકઅપ-ટેસ્ટર્સ સ્કિન-ઇન્ફેક્શનને આમંત્રણ આપે છે?

Published : 22 April, 2026 03:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૉપિંગ મૉલમાં ફરતી વખતે લિપસ્ટિક કે ફાઉન્ડેશનનો નવો શેડ જોતાં જ આપણે એ ટેસ્ટર યુઝ કરવા પ્રેરાઈએ છીએ, પણ શું તમે જાણો છો કે આ એક નાનકડી ટ્રાયલ ગંભીર બીમારીનું કારણ બની શકે છે?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


મૉલમાં શૉપિંગ કરવા જઈએ તો ફરતી વખતે મેકઅપ પ્રોડક્ટ્સનાં બ્રૅન્ડેડ કાઉન્ટર્સ પર સજાવેલાં લિપ્સ્ટિક અને આઇશેડોનાં ટેસ્ટર્સ જોઈને ટ્રાય કરવાનું મન તો થઈ જ જાય છે. એક વાર તો 
લગાવીને જોઈએ કે આ શેડ આપણા પર કેવો લાગે છે એવો વિચાર આવ્યા વગર રહેતો નથી, પણ આ નાની ભૂલ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તાજેતરમાં થયેલાં સંશોધનો મુજબ પબ્લિક પ્લેસ પર રાખવામાં આવેલાં મેકઅપ-ટેસ્ટર્સ બૅક્ટેરિયાના ઘર સમાન હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે દિવસ દરમ્યાન સેંકડો લોકો એ જ પ્રોડક્ટને પોતાની 
આંગળીઓ કે સીધા ચહેરા પર લગાવતા હોય છે.

શા માટે જોખમી છે?
જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આંગળી ટેસ્ટર બૉક્સમાં નાખે છે ત્યારે તેની ત્વચા પરના બૅક્ટેરિયા એ પ્રોડક્ટમાં ભળે છે. લિપસ્ટિક, મસ્કરા કે આઇલાઇનર જેવાં ઉત્પાદનો ભેજવાળાં હોય છે જે બૅક્ટેરિયાને ફાલવા માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. એક જ લિપસ્ટિક જ્યારે અનેક લોકોના હોઠને સ્પર્શે છે ત્યારે વાઇરલ ઇન્ફેક્શન ફેલાવવાનું જોખમ અનેકગણું વધી જાય છે. 
બીજું મહત્ત્વનું પાસું છે આંખોનું સ્વાસ્થ્ય. આંખ અત્યંત સંવેદનશીલ હોય છે. ટેસ્ટર મસ્કરા કે કાજળનો ઉપયોગ કરવાથી કન્જક્ટિવાઇટિસ જેવી સમસ્યા થઈ શકે છે. ઘણા કિસ્સામાં એવું પણ બને કે અગાઉ કોઈને આંખનું ઇન્ફેક્શન હોય અને એ જ ટેસ્ટર તમે વાપરો તો એ વાઇરસ સીધો તમારી આંખમાં પ્રવેશી જાય છે.

ફાઉન્ડેશન કે બ્લશનાં ટેસ્ટર્સમાં હાનિકારક બૅક્ટેરિયા હોય છે. એ ચહેરા પર ખીલ, ફોડલીઓ અથવા ગંભીર ઍલર્જિક રીઍક્શન લાવી શકે છે. ઘણી વાર આપણને લાગે કે હાથ પર લગાવીને ચેક કરવામાં શું વાંધો છે? પણ જો તમારા હાથ પર કોઈ નાનો ઘા કે કટ હોય તો ત્યાંથી પણ ઇન્ફેક્શન લોહીમાં ભળી શકે છે.

શું ધ્યાન રાખવું જોઈએ?
જો તમારે શેડ ચેક કરવો જ હોય તો પ્રોડક્ટને સીધી ત્વચા પર લગાવવાને બદલે એને ટિશ્યુ પેપર પર લગાવીને રંગ તપાસવો જોઈએ. મોટા ભાગના સારા સ્ટોર્સમાં ડિસ્પોઝેબલ ઍપ્લિકેટર્સ જેમ કે સિંગલ-યુઝ ઇઅરબડ્સ અથવા સ્પેટુલા હોય છે એનો જ આગ્રહ રાખવો. ક્યારેય લિપસ્ટિક કે કાજળ સીધું હોઠ કે આંખ પર ન અડાડવાં.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK