Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

કૉન્ટ્રાસ્ટની કમાલ

Published : 07 November, 2024 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોટોગ્રાફમાં કલાકારી બતાવીને એમાં કૉન્ટ્રાસ્ટ ઊભો કરવાને બદલે હવે મેકઅપમાં જ હળવા-ઘેરા રંગનો વિરોધાભાસ ઊભો કરીને એક અલગ જ લુક આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેકઅપમાં આજકાલ કૉન્ટ્રાસ્ટ મેકઅપની થિયરી બહુ ટ્રેન્ડમાં છે. ફોટોગ્રાફમાં કલાકારી બતાવીને એમાં કૉન્ટ્રાસ્ટ ઊભો કરવાને બદલે હવે મેકઅપમાં જ હળવા-ઘેરા રંગનો વિરોધાભાસ ઊભો કરીને એક અલગ જ લુક આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમે પણ રોજિંદા જીવનમાં હળવો મેકઅપ કરતા હો તો આ ટ્રિક તમને રોજ કંઈક જુદી જ ફીલ અપાવશે


મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં નો મેકઅપ મેકઅપ લુક તથા HD અને 3D મેકઅપ વિશે તો સાંભળ્યું અને જાણ્યું હશે, પણ હવે માર્કેટમાં મેકઅપની નવી થિયરી વાઇરલ થઈ રહી છે અને એ છે કૉન્ટ્રાસ્ટ મેકઅપ. સરળ ભાષામાં કૉન્ટ્રાસ્ટ એટલે બે ચીજો વચ્ચેના કલરનો તફાવત. કલર કૉન્ટ્રાસ્ટની થિયરી તો બધે પ્રચલિત છે જ, પણ આ સાથે મોબાઇલમાં પણ ફોટો એડિટ કરીએ તો એમાં કૉન્ટ્રાસ્ટનો વિકલ્પ દેખાય છે. એની મદદથી આપણા ફોટોમાં કલર-કરેક્શન કરી શકાય છે એ જ રીતે મેકઅપમાં પણ કૉન્ટ્રાસ્ટ મેકઅપ સ્કિન અને હેરના કલર ટોનને કૉન્ટ્રાસ્ટ લુક આપે છે અને ફેસનાં ફીચર્સને વધુ સારી રીતે હાઇલાઇટ કરે છે. જેનો સ્કિનટોન ફેર હોય અને એ જો ન્યુડ લિપસ્ટિક લગાવે તો એનું કૉમ્પ્લેક્શન દેખાય જ નહીં એવી જ રીતે ડાર્ક સ્કિન ધરાવતી યુવતીઓ પર સ્મોકી આઇ મેકઅપ સારો ન લાગે. બન્ને સ્થિતિમાં સ્કિન ટોન અને મેકઅપના રંગોનું કૉન્ટ્રાસ્ટ-લેવલ સરખું ન હોવાનાં ઉદાહરણ છે. સ્કિન ટોન, હેર-કલર અને આઇ-કલર વચ્ચેના તફાવતને ઓળખીને કૉન્ટ્રાસ્ટ-લેવલને બૅલૅન્સ કરવામાં આવે એને કૉન્ટ્રાસ્ટ મેકઅપ કહેવાય છે. ફ્રાન્સની પ્રખ્યાત મેકઅપ-આર્ટિસ્ટ એલીનોરે સોશ્યલ મીડિયા પર કૉન્ટ્રાસ્ટ મેકઅપ વિશેની પોસ્ટ મૂકી હતી અને ફેસના કૉન્ટ્રાસ્ટ-લેવલને ઓળખી શકાય એ માટેનું બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્ટર બનાવ્યું છે. એમાં શેડો અને બ્રાઇટનેસ-લેવલની મદદથી આઇડન્ટિફાય કરી શકાય. સોશ્યલ મીડિયા પર આ કન્સેપ્ટ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. કૉન્ટ્રાસ્ટ મેકઅપના પણ ત્રણ પ્રકાર જણાવાયા છે. લો કૉન્ટ્રાસ્ટ મેકઅપ, મીડિયમ કૉન્ટ્રાસ્ટ મેકઅપ અને હાઈ કૉન્ટ્રાસ્ટ મેકઅપ.



લો કૉન્ટ્રાસ્ટ


લો કૉન્ટ્રાસ્ટ મેકઅપ સૉફ્ટ મેકઅપ અથવા નો મેકઅપ મેકઅપ લુક જેવું જ હોય છે. એલીનોરના ફિલ્ટરમાં સ્કિન, હેર અને આઇઝના કલર વચ્ચે વધુ તફાવત ન દેખાય એવા લોકોનો સમાવેશ લો કૉન્ટ્રાસ્ટ કૅટેગરીમાં કરવામાં આવ્યો છે. ગોરી અથવા શ્યામવર્ણ ત્વચા હોય અને એ જ સ્કિન ટોનનો મેકઅપ ઇચ્છતા હો તો લાઇટ શેડની લિપસ્ટિક અને ન્યુડ આઇ-શેડો મેકઅપ કરીને કરી શકાય એને લો કૉન્ટ્રાસ્ટ મેકઅપ કહેવાય. જરૂર હોય તો બ્લશ બ્રાઉન કલરનું જ રાખવું. આ પ્રકારના મેકઅપમાં કન્ટોર કે કરેક્ટરનો ઉપયોગ થતો નથી. જે યુવતીનો સ્કિન ટોન અનઈવન ન હોય તથા તેના ચહેરાનાં ફીચર્સ એટલે કે જો લાઇન, હોઠ અને નાક શાર્પ હોય તો તેમના પર લો કૉન્ટ્રાસ્ટ મેકઅપ સૂટ થશે. ઑફિસ જતી યુવતીઓ, પાર્ટી અને કોઈ નાના ફંક્શનમાં જવું હોય તો આ પ્રકારનો મેકઅપ સૂટ થશે.

મીડિયમ કૉન્ટ્રાસ્ટ


ચહેરા, અન્ડરઆઇ અને આઇબ્રો વચ્ચેના કલરમાં થોડો તફાવત દેખાય તેમને મીડિયમ કૉન્ટ્રાસ્ટની કૅટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે એથી નૅચરલ લુક જોઈતો હોય તો તમે પિગ્મેન્ટ્સનો ઉપયોગ બ્લશ અને આઇ-શેડો માટે કરી શકો છો. સ્મોકી આઇ મેકઅપ સાથે ન્યુડ અથવા પીચ શેડની લિપસ્ટિક અને બ્રાઉન બ્લશ સાથે મીડિયમ કૉન્ટ્રાસ્ટ મેકઅપ તમારા ચહેરાને વધુ સુંદર બનાવશે અને આંખોને વધુ હાઇલાઇટ કરશે. જો તમે મીડિયમ કૉન્ટ્રાસ્ટની કૅટેગરીમાં બંધ બેસતા હો તો તમારે ન્યુડ લિપસ્ટિક લગાવવાનું ટાળવું જોઈએ.

હાઈ કૉન્ટ્રાસ્ટ મેકઅપ

એલીનોરના કૉન્ટ્રાસ્ટ ફિલ્ટરમાં જો ચહેરાનાં ફીચર્સના ટોનમાં વધુ તફાવત દેખાય તેને હાઈ કૉન્ટ્રાસ્ટ કૅટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. જો તમારી સ્કિન વધુ પડતી ફેર હોય, વાળનો કલર પણ ડાર્ક બ્લૅક હોય અને આંખો ભૂરી હોય તો તમારા ચહેરા પરનું કૉન્ટ્રાસ્ટ-લેવલ તરત જ દેખાઈ આવશે. આવા સમયે હાઈ કૉન્ટ્રાસ્ટ મેકઅપ કરવાની સલાહ એલીનોર આપે છે. આ માટે ડાર્ક આઇલાઇનર અને બ્રાઇટ અને બોલ્ડ લિપસ્ટિક ફેસનાં ફીચર્સને વધુ એન્હાન્સ કરશે અને સૉફ્ટ લુક આપશે. મોટા ભાગે દુલ્હનને હાઈ કૉન્ટ્રાસ્ટ મેકઅપ કરવામાં આવે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK