લગ્નમાં પગમાં ચાંદીની પાયલ પહેરવાનો મિસ્ટર પર્ફેક્શનિસ્ટનો અનોખો અંદાજ પુરુષો માટે ફૅશનના નવા દરવાજા ખોલી રહ્યો છે
આમિર ખાન (સૌજન્ય : મિડ-ડે)
ભારતીય લગ્નોમાં વરરાજાની ઍક્સેસરીઝના નામે મોતીની માળા, કાંડા પર ઘડિયાળ અને શેરવાની કે સાફામાં બ્રોચ સુધી જ સીમિત રહેતી હોય છે; પણ તાજેતરમાં અભિનેતા આમિર ખાને પોતાના વેડિંગ લુકમાં હેવી શેરવાની અને ટિપિકલ સાફો પહેરવાને બદલે ધોતી અને કુરતો પહેરવાનું પસંદ કર્યું અને ઍક્સેસરીઝમાં ચમકતી ચાંદીની પાયલે સૌનું ધ્યાન ખેંચ્યું હોવાથી એ અત્યારે ચર્ચાનો વિષય બની છે. પુરુષોના પગમાં પાયલ કે ઍન્ક્લેટ પહેરવાનો વિચાર ભલે અત્યારે નવો લાગતો હોય; પણ એ અત્યંત બોલ્ડ, રૉયલ અને મૉડર્ન લુક આપે છે. ટ્રેડિશનલ આઉટફિટ સાથે જ્યારે આ પાયલને પહેરવામાં આવે ત્યારે પર્સનાલિટીમાં એસ્થેટિક અને ફ્યુઝન ફૅશનનું કૉમ્બિનેશન દેખાય છે જે ભીડથી અલગ તરી આવે છે.
તમે કેવી રીતે સ્ટાઇલ કરશો?
ADVERTISEMENT
પાયલની પસંદગી કરતી વખતે આઉટફિટની લંબાઈ અને એની સ્ટાઇલનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જો તમે ટ્રેડિશનલ ધોતી અથવા ઍન્કલ લેન્ગ્થ કુરતો પહેરો છો તો આમિર ખાનની જેમ હેવી અને ચમકતી પાયલ ક્લાસિક લુક આપશે. આજના સમયમાં ટ્રેન્ડમાં રહેલા ઍન્કલ લેન્ગ્થ અથવા ક્રૉપ્ડ ટ્રાઉઝર્સ સાથે પાતળી, સ્લિક અથવા ચેઇન સ્ટાઇલની મેટલ પાયલ બહુ કૂલ અને એલિગન્ટ લાગે છે. જોધપુરી સૂટ્સ પર પણ એ બહુ સારી લાગશે. કૅઝ્યુઅલ્સ કે હલ્દી-મેંદી જેવો થોડો લાઇટ લુક રાખવો હોય તો કલરફુલ થ્રેડવાળી, લેધર-બેઝ્ડ અથવા બીડ્સવાળી પાયલ કુરતા-પાયજામા પર સૂટ થશે.
બન્ને પગમાં પહેરાય?
ફૅશનના કોઈ કડક નિયમો હોતા નથી, બધું જ તમારા પર્સનલ કમ્ફર્ટ અને સ્ટાઇલ-સ્ટેટમેન્ટ પર આધાર રાખે છે. સામાન્ય રીતે પુરુષો ફૅશન ઍક્સેસરી તરીકે એક જ પગમાં સ્લિક ઍન્કલેટ પહેરવાનું પસંદ કરે છે જે ક્લાસી અને સટલ લાગે છે. જોકે વેડિંગ જેમાં ખાસ પ્રસંગે જો ધોતી પહેરી હોય અને તમારે કમ્પ્લીટ ટ્રેડિશનલ સ્ટેટમેન્ટ ક્રીએટ કરવું હોય તો બન્ને પગમાં હેવી ચાંદીની પાયલ પહેરી શકાય છે.
ફૅશન ગાઇડમાં શું ધ્યાન રાખવું?
પાયલ પહેરતી વખતે મોજડી, કોલ્હાપુરી ચંપલ અથવા લોફર્સ સાદાં રાખવાં જેથી લોકોનું ધ્યાન તમારી સ્ટેટમેન્ટ પાયલ પર જ કેન્દ્રિત થાય. ટ્રેડિશનલ આઉટફિટમાં અલગ-અલગ પ્રકારની પાયલના પ્રયોગો કરી શકો છો, પણ રિસેપ્શન જેવા વેસ્ટર્ન ફૉર્મલ ઇવેન્ટમાં પાતળી ચેઇનવાળી પાયલ વધુ સૂટ થશે. જો તમને હેવી લુક ન જોઈતો હોય તો ચાંદીની જાડી ચેઇનમાં ઑક્સિડાઇઝ્ડ ફિનિશિંગ કરાવી શકો છો. એ ટ્રેડિશનલ હોવા છતાં મૉડર્ન લુક આપશે. પાયલમાં પર્સનલ ટચ આપવા માટે એમાં નાનાં ચાર્મ્સ ઍડ કરાવી શકાય જે લગ્નનાં આઉટફિટ્સને વધુ અર્થપૂર્ણ બનાવશે મેન્સ ફૅશનમાં પાયલ ફક્ત એક વિઝ્યુઅલ ઍક્સેસરી છે તેથી એમાં ઘૂઘરીઓ કે અવાજ કરતા મણકા ન હોવા જોઈએ. સાઇલન્ટ અને સૉલિડ સિલ્વર કડાં સ્ટાઇલ પાયલ પુરુષો પર વધુ ક્લાસી લાગે છે. જો પગમાં હેવી પાયલ હોય તો ગળાનો હાર કે શેરવાનીનાં બટન્સ થોડાં સિમ્પલ રાખો, જેથી તમારો આખો લુક લાઉડ ન લાગે અને ઍન્ક્લેટ પર ધ્યાન જાય.
વરરાજાએ લગ્નમાં લાંબા સમય સુધી ઊભા રહેવાનું હોય છે તેથી પાયલની સાઇઝ એવી હોવી જોઈએ જે બહુ ટાઇટ ન હોય અને ચાલતી વખતે પગમાં વાગે નહીં.
ચૂડીદાર પહેશો તો એની કરચલીઓ પગ પર પડશે અને પાયલ છુપાઈ જશે અને લુક બગડશે. આથી તમારું બૉટમ-વેઅર ઍન્કલ લેન્ગ્થ સુધીનું હોવું જોઈએ.
