Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > શૉર્ટ્‍સને બનાવો સ્ટાઇલિશ

શૉર્ટ્‍સને બનાવો સ્ટાઇલિશ

20 June, 2022 01:29 PM IST | Mumbai
Aparna Shirish | feedbackgmd@mid-day.com

સમર અને મૉન્સૂન બન્નેમાં કામ લાગે એવી શૉર્ટ્‍‍સમાં પણ અનેક વરાઇટી છે. ક્યાં કેવી શૉર્ટ્‍‍સ સારી લાગે એ જાણી લો

શૉર્ટ્‍સને બનાવો સ્ટાઇલિશ

ફૅશન ઍન્ડ સ્ટાઈલ

શૉર્ટ્‍સને બનાવો સ્ટાઇલિશ


બધા જ પુરુષોની શૉર્ટ્‍‍સ ફેવરિટ હોય છે અને દરેકના વૉર્ડરોબમાં એ જુદી-જુદી વરાઇટીમાં જોવા મળે છે. કેટલાક પુરુષો શૉર્ટ્‍‍સને ફક્ત ઘર પૂરતી મર્યાદિત રાખે છે તો કેટલાક ઑફિસમાં પણ શૉર્ટ્‍‍સ પહેરે છે. જો મૉન્સૂનને લીધે હવે શૉપિંગથી લઈને વેકેશન સુધી બધે જ શૉર્ટ્‍‍સ પહેરવાની ઇચ્છા હોય તો કેવા પ્રકારની શૉર્ટ્‍‍સ સાથે કેવું શર્ટ અને ટી-શર્ટ સારું લાગશે એ જાણી લો એક્સપર્ટ પાસેથી. 
 શૉર્ટ્‍‍સ અને એના પ્રકાર
આમ તો શૉર્ટ્‍‍સ અનેક પ્રકારની મળી રહે છે - જેમ કે રનિંગ, બૉક્સર્સ, બર્મુડા, પ્લીટેડ, ફ્લૅટ ફ્રન્ટ, કાર્ગો વગેરે. એમાંથી ચાર કે છ પૉકેટ્સવાળી કાર્ગો શૉર્ટ્‍‍સ, ફ્રન્ટ પ્લીટવાળી શૉર્ટ્‍‍સ અને કૉટનની સ્ટ્રેઇટ ફિટ ઘૂંટણ સુધીની લંબાઈની શૉર્ટ્‍‍સ સૌથી વધુ પહેરાય છે. ફૅશન કન્સલ્ટન્ટ સુમિત વર્મા કહે છે, ‘શૉર્ટ્‍‍સ પુરુષો માટે મસ્ટ છે, પણ એની લંબાઈ ખૂબ મહત્ત્વની છે. ઘૂંટણથી ત્રણથી ચાર ઇંચથી વધુ ઉપર તમારી શૉર્ટ્‍‍સ ન જવી જોઈએ. જસ્ટ ઘૂંટણની ઉપર એન્ડ થતી શૉર્ટ્‍‍સ ફૉર્મલવેઅર તરીકે યોગ્ય રહેશે. નહીં તો એ પૂરી રીતે કૅઝ્યુઅલમાં ગણાશે. એ શૉર્ટ્‍‍સ તમે ઑફિસની મીટિંગમાં કે ઑફિસમાં નહીં પહેરી શકો. ખૂબ ટૂંકી બૉક્સર લેન્ગ્થની શૉર્ટ્‍‍સ વેકેશન પૂરતી પહેરી શકાય.’
કમ્ફર્ટ મસ્ટ
શૉર્ટ્‍‍સ પહેરાય જ છે કમ્ફર્ટ માટે. આ વિશે સુમિત કહે છે, ‘શૉર્ટ્‍‍સ આરામદાયક હોવી જોઈએ. પુરુષોની મૂવમેન્ટને ધ્યાનમાં રાખતાં એ થોડી ખૂલતી અને ડ્રાઇવિંગ જેવી ઍક્ટિવિટી કરતી વખતે આરામદાયક લાગે એવી હોવી જોઈએ. ખાસ કરીને ક્રોચ એરિયા પાસે. એ સિવાય શૉર્ટ્‍‍સમાં પૉકેટ્સ હોય એ ખૂબ જરૂરી છે. મોબાઇલથી લઈને વૉલેટ સુધી બધું જ પુરુષો પૉકેટ્સમાં સાથે રાખે છે એટલે જ્યારે શૉર્ટ્‍‍સ પહેરો ત્યારે પણ એ સાથે જ રાખી શકો એ માટે પૉકેટવાળી શૉર્ટ્‍‍સ જ પહેરો!
શૉર્ટ્‍‍સ સાથે શું?
શૉર્ટ્‍‍સ સાથે ટી-શર્ટ કમ્પ્લિટ કૅઝ્યુઅલ લુક આપશે. જો ઑફિસની મીટિંગ હોય તો હંમેશાં સાથે લાઇટવેઇટ એવું કૉટન કે લિનનનું જૅકેટ પહેરવું. શૉર્ટ્‍‍સ, ટી-શર્ટ અને જૅકેટ આ એક પર્ફેક્ટ કૅઝ્યુઅલ ઑફિસવેઅર કૉમ્બો છે. એ સિવાય શર્ટ પણ પહેરી શકાય. વાઇટ શર્ટ કે પ્રિન્ટેડ કૉટન શર્ટ સાથે ખૂબ સારો લુક આપે છે. 
પૅન્ટમાંથી શૉર્ટ્‍‍સ
પૅન્ટ ખૂબ સમય પહેરી લીધા બાદ જો એને ફેંકવાને બદલે એમાંથી શૉર્ટ્‍‍સ બનાવવાનો વિચાર હોય તો શું ધ્યાનમાં રાખવું એ વિશે સુમિત કહે છે, ‘કૉટન કે લિનનના ચિનો પૅન્ટને કટ કરીને શૉર્ટ્‍‍સ બનાવડાવી શકાય. જોકે અહી જ્યાં કટ કરો ત્યાંના ફોલ્ડ પર આખો લુક આધાર રાખે છે. જો ટેલર પાસે જઈને સિમ્પલ ડબલ ફોલ્ડ કરાવશો તો એ ખરાબ લાગશે. જોઈને જ ખબર પડી જશે કે શૉર્ટ્‍‍સ પૅન્ટમાંથી કાપીને બનાવી છે. અહીં ટેલરને વાત કરીને અમેરિકન રિવર્સ ફોલ્ડ કરાવવો જેથી એ શૉર્ટ્‍‍સ ફૅક્ટરી-મેડ લાગે.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 01:29 PM IST | Mumbai | Aparna Shirish

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK