Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ટ્રેડિશનલ સાડીમાં મૉડર્ન કેવી રીતે દેખાવું એ ખુશી પાસેથી શીખો

ટ્રેડિશનલ સાડીમાં મૉડર્ન કેવી રીતે દેખાવું એ ખુશી પાસેથી શીખો

Published : 23 February, 2026 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યારે ફૅશન-વર્લ્ડમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડનો ટ્રેન્ડ પાછો આવ્યો છે, ટ્રેડિશનલ વેઅરને કઈ રીતે મૉડર્ન એથ્નિક લુક આપી શકાય એની ખબર પડી જશે તો તમારી સ્ટાઇલ પણ ખુશી જેવી એફર્ટલેસ થશે

ખુશી કપૂર

ખુશી કપૂર


બાંધણી કે કોઈ પણ ટ્રેડિશનલ સાડી ફક્ત મમ્મીના કબાટનો કીમતી ખજાનો નહીં પણ આજની યંગ જનરેશનનું નવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે. તાજેતરમાં ખુશી કપૂરે વાઇબ્રન્ટ યલો બાંધણીને જે રીતે સ્ટાઇલ કરી હતી એ સોશ્યલ મીડિયા પર ટૉક ઑફ ધ ટાઉન બન્યું છે. ટ્રેડિશનલ ફૅબ્રિક અને મૉડર્ન સિલુએટ્સનું આ ફ્યુઝન ક્લાસીની સાથે કમ્ફર્ટેબલ અને મૉડર્ન લાગે છે ત્યારે આવો ચિક લુક તમારે પણ મેળવવો હોય તો આ રહી સ્ટાઇલ ગાઇડ.

ડ્રેપિંગને રાખો યુનિક



જો તમે પણ કોઈ વેડિંગ ફંક્શન કે ફેસ્ટિવલ માટે ખુશી જેવો લુક ઇચ્છતા હો તો સૌથી પહેલાં ડ્રેપિંગ બદલો. ખુશીની જેમ સાડીને એવી રીતે ડ્રેપ કરો જે તમારા ફિગરને કૉમ્પ્લીમેન્ટ કરે. સાડીના પાલવને ખુલ્લો રાખવાને બદલે સ્લિક પ્લીટ્સમાં પણ સેટ કરી શકો છો અથવા પિન-અપ એ રીતે કરો કે હેવી ન લાગે.


બ્લાઉઝ બની શકે ગેમ ચેન્જર

ખુશીએ તેની બાંધણી સાડી સાથે સ્લીવલેસ અને સ્ટ્રૅપી બ્લાઉઝ ટીમ-અપ કર્યું છે. આ સાડીને ઇન્સ્ટન્ટ મૉડર્ન લુક આપે છે. જો સાડી ટ્રેડિશનલ હોય તો બ્લાઉઝમાં હૉલ્ટર નેક, બૅકલેસ કે પ્લન્જિંગ નેકલાઇન ટ્રાય કરો.


મિનિમલ જ્વેલરી, મૅક્સિમમ ઇમ્પૅક્ટ

હેવી સાડી સાથે ભારેખમ સેટ પહેરવાનો જમાનો ગયો. ખુશીએ માત્ર સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ અને હાથમાં થોડી બંગડીઓ પહેરીને મિનિમલ ફૅશનને પ્રમોટ કરી છે. ગળામાં ચેઇન ટાળીને માત્ર મોટાં ઇઅરરિંગ્સ પહેરવાથી ગરદન લાંબી લાગે છે અને લુક વધુ ચિક લાગે છે.

મેકઅપ અને હેરસ્ટાઇલ

ખુશીએ ડ્યુઇ મેકઅપ લુક રાખ્યો છે એમ તમે પણ આવો લુક અપનાવી શકો છો. ન્યુડ લિપસ્ટિક અને આંખોમાં લાઇટ કાજલ લગાવીને આ લુક ડે ફંક્શન્સ માટે પર્ફેક્ટ ઇન્સ્પિરેશન છે. સાડી પર પોનીટેલ અથવા વેવી હેર બહુ ટ્રેન્ડમાં છે જે તમને ગર્લી લુક આપે છે.

કલર પેલેટ પર આપો ધ્યાન

બાંધણીમાં સામાન્ય રીતે લાલ કે મરૂન રંગ જોવા મળે છે પણ ખુશીની જેમ બ્રાઇટ યલો, પેસ્ટલ પિન્ક કે લૅવેન્ડર જેવા કલર્સ પસંદ કરશો તો એ યંગસ્ટર્સ પર વધારે ખીલશે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK