કપડાં ફિટ કરવા વપરાતી પિન હવે હાઈ-એન્ડ ફૅશન ઍક્સેસરી બની ગઈ છે. જાણો કેવી રીતે એક જાયન્ટ સેફ્ટી પિન તમારા સિમ્પલ હેર બનને ઇન્સ્ટન્ટ સેલિબ્રિટી લુક આપી શકે છે
આ મેગા સેફ્ટી હેરપિન અત્યારે યંગ જનરેશનમાં ક્રેઝ બની ગઈ છે
ફૅશનવર્લ્ડમાં ક્યારે કઈ જૂની વસ્તુ નવું રૂપ ધારણ કરીને સુપરહિટ થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. અત્યાર સુધી આપણે સેફ્ટી પિનને માત્ર ઇમર્જન્સી હેલ્પ અથવા સાડી-ડ્રેપિંગના સાધન તરીકે જ જોતા હતા, પણ હવે એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને ફૅશન-આઇકન્સ હવે આ પિનને કપડાની અંદર છુપાવવાને બદલે વાળમાં ઍક્સેસરી તરીકે ફ્લોન્ટ કરી રહ્યા છે. આ મેગા સેફ્ટી હેરપિન અત્યારે યંગ જનરેશનમાં ક્રેઝ બની ગઈ છે જે તમારા કૅઝ્યુઅલ લુકને યુનિક અને બોલ્ડ આઇડેન્ટિટી આપે છે.
કૅઝ્યુઅલ સ્ટાઇલમાં યુનિક ટ્વિસ્ટ
ADVERTISEMENT
જો તમે જીન્સ અને ટી-શર્ટ કે કૅઝ્યુઅલ કુરતી પહેરી હોય અને વાળમાં સાદા ક્લચર્સ કે રબરબૅન્ડ લગાવીને કંટાળ્યા હો તો આ જાયન્ટ પિન બેસ્ટ ઑપ્શન છે. એ માત્ર વાળને પકડી જ નથી રાખતી, પણ એક ઍક્સેસરી તરીકે ઊભરી આવે છે. આ એક એવો મિનિમલિસ્ટ લુક છે જે સામેવાળાનું ધ્યાન ખેંચ્યા વગર રહેતો નથી. જે યુવતીઓને બોલ્ડ અને કન્ટેમ્પરરી સ્ટાઇલ ગમે છે તેમને આ પિન બનમાં સ્ટાઇલ કરવી ગમશે.
સ્ટાઇલ કઈ રીતે કરવી?
આ પિન સૌથી વધુ મેસી બન સાથે સૂટ થાય છે. તમારા વાળને હળવા હાથે ઉપરની તરફ વાળીને એક કૅઝ્યુઅલ અંબોડો બનાવો. રબરબૅન્ડનો ઉપયોગ કર્યા વગર અથવા પાતળા રબરબૅન્ડ પરથી આ જાયન્ટ પિનને આડી અથવા ત્રાંસી રીતે પસાર કરીને બંધ કરી દો. કૉલેજ, શૉપિંગ કે મિત્રો સાથે આઉટિંગમાં જતી વખતે આ સ્ટાઇલ બોલ્ડ અને યુનિક લાગશે.
જો તમારે બધા વાળ ખુલ્લા રાખવા હોય અને એને મૅનેજ પણ કરવા હોય તો કાનની બન્ને બાજુથી થોડા વાળ લઈને પાછળની તરફ લાવો અને પછી એક-બે વાર ટ્વિસ્ટ કરીને સેન્ટરમાં પિન ભરાવી દો. ઑફિસમાં સેમી-ફૉર્મલ લુક માટે પણ આ મસ્ત લાગશે.
જો તમારે થોડો મૉડર્ન અને સૉફિસ્ટિકેટેડ લુક જોઈએ છે તો લો-બન ટ્રાય કરો. ડિનર-ડેટ કે ઇવેન્ટ્સ માટે બહુ સારો લાગશે.
જો તમારા વાળ ડાર્ક એટલે કે કાળા કે બ્રાઉન હોય તો સિલ્વર અથવા ગોલ્ડ પિન વધુ ઊભરી આવશે. આ ઍક્સેસરી ડેનિમ જૅકેટ્સ, ઓવરસાઇઝ ટી-શર્ટ અથવા પ્લેન લિનન કુરતા સાથે એકદમ કન્ટેમ્પરરી લાગે છે. જો તમે વધુ બોલ્ડ લુક ઇચ્છતા હો તો હેર બન પર એકસાથે બે પિનને X શેપમાં લગાવીને પણ એક્સપરિમેન્ટ કરી શકો છો.
તમને ખબર છે?
આજે એટલે કે ૧૦ એપ્રિલે ઇન્ટરનૅશનલ સેફ્ટી પિન દિવસ ઊજવાય થાય છે. અમેરિકન મેકૅનિક વૉલ્ટર હન્ટે ૧૮૪૯માં સેફ્ટી પિનની શોધ કરી હતી. એ વખતે તેના માથે ૧૫ ડૉલરનું દેવું હતું. એને ચૂકવવા માટે તેણે જસ્ટ ૩ કલાકમાં સેફ્ટી પિનની ડિઝાઇન તૈયાર કરી હતી. એ ડિઝાઇનની પેટન્ટ વેચીને તે ૪૦૦ ડૉલર કમાયો હતો.
