Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૅકલિનના માઠા દિવસો આવી રહ્યા છે

જૅકલિનના માઠા દિવસો આવી રહ્યા છે

Published : 31 May, 2026 10:47 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે તેની સામે પણ મની-લૉન્ડરિંગનો કેસ નોંધાશે

ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસ અને કૌભાંડી સુકેશ ચંદ્રશેખર

ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસ અને કૌભાંડી સુકેશ ચંદ્રશેખર


૨૦૦ કરોડ રૂપિયાના ખંડણી અને મની-લૉન્ડરિંગના કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને બૉલીવુડની ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસ અને કૌભાંડી સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લૉન્ડરિંગનો કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.

સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના મારિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ એક અન્ય કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA)ની કલમો ઉમેરવાનો પણ આદેશ પટિયાલા કોર્ટે આપ્યો હતો. જોકે ખંડણીના કેસમાં જૅકલિન ફર્નાન્ડિસના નામનો ઉલ્લેખ નથી કરાયો એટલે તેની વિરુદ્ધ ફક્ત મની-લૉન્ડરિંગનો કેસ નોંધાશે. 



કોર્ટ દ્વારા ૩ જૂને સત્તાવાર રીતે આ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને એ દરમ્યાન બપોરે બે વાગ્યે બધા જ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અદિતિ સિંહ રૅનબૅક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવેન્દર સિંહની પત્ની છે જેણે સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ખંડણી ઉઘરાવવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ સુકેશ ચંદ્રશેખર પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે તેની સહઆરોપી પત્ની લીના મારિયાને જામીન મળ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 10:47 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK