Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ફરી છવાઈ રહ્યો છે પીટર પૅન કૉલરનો જાદુ

ફરી છવાઈ રહ્યો છે પીટર પૅન કૉલરનો જાદુ

Published : 11 February, 2026 02:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાયકાઓ સુધી જે ગોળાકાર કૉલરને નિર્દોષતાનું પ્રતીક માનવામાં આવતો હતો એ હવે મોટા કદના ડ્રામૅટિક શેપમાં પરિવર્તિત થઈને આધુનિક સ્ત્રીના આત્મવિશ્વાસનું પ્રતીક બન્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફૅશનના ચક્રમાં અમુક ટ્રેન્ડ એવા હોય છે જે ક્યારેય કાયમ માટે વિદાય લેતા નથી, પરંતુ દર વખતે એક નવા અને આધુનિક અવતારમાં પુનરાગમન કરે છે. આવો જ એક વિન્ટેજ ટ્રેન્ડ જેણે ફરી ફૅશન જગતમાં પોતાની જગ્યા બનાવી છે એ છે પીટર પૅન કૉલર. ૧૯૦૪માં પ્રખ્યાત નાટક પીટર પૅનમાં પાત્ર દ્વારા પહેરવામાં આવેલો આ ગોળાકાર કૉલર આજે ગ્લૅમર અને આધુનિકતાનું નવું સરનામું બની ગયો છે.

પીટર પૅન કૉલર એની ફ્લૅટ અને રાઉન્ડ એજ એટલે કે ગોળાકાર કોર માટે ઓળખાય છે. દાયકાઓ સુધી આ કૉલર માત્ર બાળકોનાં કપડાં કે સ્કૂલ યુનિફૉર્મ પૂરતો મર્યાદિત હતો જે ભોળપણ અને સાદગીનું પ્રતીક ગણાતો. ૧૯૬૦ના દાયકામાં આ ટ્રેન્ડ ફરી એક વાર સ્ત્રીઓની ફૅશનમાં લોકપ્રિય થયો, પરંતુ ત્યારે પણ એ માત્ર નાજુક અને નમણી ઇમેજ સુધી જ સીમિત રહ્યો હતો.



બદલાતા સમય સાથે પીટર પૅન કૉલરમાં અનેક બદલાવ આવ્યા છે.


ડિટૅચેબલ કૉલર્સ - આ આજના સમયનો સૌથી મોટો બદલાવ છે. હવે તમારે પીટર પૅન કૉલર માટે નવો ડ્રેસ ખરીદવાની જરૂર નથી. માર્કેટમાં ડિટૅચેબલ કોલર્સ ઉપલબ્ધ છે જે જ્વેલરીની જેમ પહેરી શકાય છે. તમે એને સાદા ટી-શર્ટ સાથે જોડીને નવો લુક બનાવી શકો છો.

સાઇઝમાં બદલાવ - અત્યારે એક્સાજરેટેડ કૉલરનો ટ્રેન્ડ છે જે ખભા સુધી ફેલાયેલો હોય છે. આ મોટા કદનો કૉલર ચહેરાને એક નવું ફ્રેમિંગ આપે છે અને સામાન્ય ડ્રેસને પણ લક્ઝરી લુક આપે છે.


જેન્ડર ફ્લુઇડ ફૅશન - અગાઉ માત્ર સ્ત્રીઓ માટે ગણાતો આ કૉલર હવે યુનિસેક્સ ફૅશનમાં પણ પ્રવેશ્યો છે. પુરુષોનાં બ્લેઝર્સ અને ઓવરકોટ પર પણ શાર્પ અને એમ્પ્રૉઇડરી કરેલા પીટર પૅન કૉલર જોવા મળી રહ્યા છે.

આકારમાં બદલાવ - પીટર પૅન કૉલરમાં સ્વીટ લુકની સાથે શાર્પ એલિમેન્ટ્સ ઉમેરાયા છે. પરંપરાગત ગોળાકાર આકારને બદલે થોડા અણીદાર ખૂણાઓ પણ આ ટ્રેન્ડમાં ઉમેરાયા છે, જે પ્રોફેશનલ બૉસ લેડી લુક
આપે છે.

ફૅબ્રિકમાં વરાઇટી - હવે કૉલર માત્ર સુતરાઉ કાપડમાં જ નહીં પણ લેધર, વેલ્વેટ અને ટ્રાન્સપરન્ટ લેસમાં જોવા મળે છે. મોતી, સ્ટોન્સ અને મેટાલિક ચેઇન વડે સજાવેલા એમ્બેલિશ્ડ કૉલર હવે નેકલેસનું સ્થાન લઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK