Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦ ફેબ્રુઆરીથી AI સામગ્રી પર લેબલ લગાવવું પડશે

૨૦ ફેબ્રુઆરીથી AI સામગ્રી પર લેબલ લગાવવું પડશે

Published : 11 February, 2026 06:57 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકાર કે કોર્ટ દ્વારા આપત્તિજનક ગણાવાયેલા ડીપફેક વિડિયો-ફોટો ત્રણ કલાકમાં હટાવવાનો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને આદેશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટ્‌વિટર, યુટ્યુબ, સ્નૅપચૅટ અને ફેસબુક જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મે હવે એમના પ્લૅટફૉર્મ પર શૅર કરાયેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સામગ્રી પર લેબલ લગાવવું જરૂરી રહેશે. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના નિયમો અંતર્ગત સરકાર કે કોર્ટ દ્વારા આપત્તિજનક ગણાવાયેલી ડીપફેક કન્ટેન્ટને ૩ કલાકમાં દૂર કરવાની રહેશે. પહેલાં આ સમયમર્યાદા ૩૬ કલાકની હતી.

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલયે મંગળવારે એક આદેશ જાહેર કરીને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) નિયમો ૨૦૨૧માં સુધારો કર્યો છે. સુધારેલા નિયમો ૨૦ ફેબ્રુઆરીથી અમલમાં આવશે. સરકારે અગાઉ ૨૦૨૫ની બાવીસ ઑક્ટોબરે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો.



નવા નિયમોનો હેતુ ડીપફેક અને AI-જનરેટેડ સામગ્રીને લેબલ કરવાનો અને ટ્રેસ કરવાનો છે. આનો અર્થ એ છે કે AI સામગ્રી હવે સ્પષ્ટપણે જણાવશે કે એ AI-જનરેટેડ છે, વાસ્તવિક નહીં. આ ખોટી માહિતી અને ચૂંટણી છેતરપિંડી જેવી સમસ્યાઓને કાબૂમાં લેશે.


નવા નિયમ હેઠળ જે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ AI કન્ટેન્ટ જેવી કે સિન્થેટિકલી જનરેટેડ ઇન્ફર્મેશન ક્રીએટ કરવા દેશે એણે આવી દરેક કન્ટેન્ટ પર પ્રૉમિનન્ટ લેબલ લગાવવું પડશે. આ લેબલ દૃશ્ય ક્ષેત્રના ઓછામાં ઓછા ૧૦ ટકા ભાગને આવરી લેવું જોઈએ અથવા ઑડિયો સમયના પહેલા ૧૦ ટકા ભાગની અંદર દેખાવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 06:57 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK