Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એવરીથિંગ ઇઝ ફેર ઇન પૉલિટિક્સ- BMCમાં હવે શિવસેના સાથે બન્ને NCPનું સંયુક્ત જૂથ

એવરીથિંગ ઇઝ ફેર ઇન પૉલિટિક્સ- BMCમાં હવે શિવસેના સાથે બન્ને NCPનું સંયુક્ત જૂથ

Published : 11 February, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેય ઘોલે જૂથનું નેતાપદ સંભાળી રહ્યા છે. ત્રણે પક્ષોના વિલીનીકરણને કારણે BMCમાં શિવસેનાની પકડ હવે વધી રહી છે.

BMC હેડક્વૉર્ટરની બહાર લહેરાયો BJPનો ઝંડો

BMC હેડક્વૉર્ટરની બહાર લહેરાયો BJPનો ઝંડો


મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં બન્ને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ એકનાથ શિંદેની શિવસેના સાથે ભેગા મળીને એક સંયુક્ત જૂથ બનાવ્યું છે. એને કારણે આ ત્રણેય પક્ષોનું નેતૃત્વ હવે શિવસેના કરી રહી છે. અમેય ઘોલે જૂથનું નેતાપદ સંભાળી રહ્યા છે. ત્રણે પક્ષોના વિલીનીકરણને કારણે BMCમાં શિવસેનાની પકડ હવે વધી રહી છે.

BMCની ચૂંટણીમાં શિવસેનાના ૨૯ કૉર્પોરેટરો ચૂંટાઈ આવ્યા છે. NCPના ૩ અને NCP (SP)નો એક કૉર્પોરેટર ચૂંટાયો છે. અજિત પવારના જૂથે ચૂંટણી અલગથી લડી હોવાથી તેમણે અલગ જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે. શરદ પવાર જૂથના એકમાત્ર કૉર્પોરેટરે જાહેરાત કરી હતી કે તેઓ અપક્ષ રહેશે.



જોકે BMCની સુધારણા સમિતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેનાના અને વિરોધ પક્ષાના એકસરખા સભ્યો થતા હોવાથી અધ્યક્ષ કોણ બનશે એની ચિઠ્ઠી કાઢીને નક્કી થવાનું હતું. એથી શિવસેનાએ NCP અને NCP (SP) સાથે એક જૂથ બનાવવાની પહેલ કરી હતી. આખરે આ ત્રણેય પક્ષો એકસાથે આવ્યા છે અને મહાપાલિકામાં એક જૂથ બનાવ્યું છે. આને કારણે શિવસેનાના આ જૂથમાં કૉર્પોરેટરોની સંખ્યા હવે ૩૩ પર પહોંચી ગઈ છે. 


દાયકાઓ બાદ BMC હેડક્વૉર્ટરની બહાર લહેરાયો BJPનો ઝંડો


આજે મુંબઈને નવા મેયર મળશે અને એની તૈયારીરૂપે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તરફ જતા રસ્તા પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાના ઝંડા લહેરાયા હતા. દેશના સૌથી શ્રીમંત કૉર્પોરેશન પર પચીસ વર્ષ સુધી ઠાકરે પરિવારનું એકહથ્થુ શાસન રહ્યા બાદ આજથી  BJP અને શિવસેનાની મહાયુતિ BMCની ધુરા સંભાળવા તૈયાર છે. મુંબઈનાં મેયર તરીકે BJPનાં રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર તરીકે શિવસેનાના સંજય ઘાડીના નામ પર મહોર લાગવાની શક્યતા છે. નવાં મેયર અને કૉર્પોરેટર માટે હેડક્વૉર્ટરને નવું રૂપ અપાયું છે. ગઈ કાલે નવાં મેયરની ખુરસી પણ સજ્જ કરવામાં આવી હતી. તસવીર : આશિષ રાજે

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK