Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > બોરિંગ પાકીટનો જમાનો ગયો, હવે આવ્યાં ડિઝાઇનર વૉલેટ્સ

બોરિંગ પાકીટનો જમાનો ગયો, હવે આવ્યાં ડિઝાઇનર વૉલેટ્સ

Published : 10 June, 2026 02:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સમય હતો જ્યારે પુરુષોની ફૅશન અને ઍક્સેસરીઝની વાત નીકળતી ત્યારે વિકલ્પો ખૂબ જ સીમિત હતા

પાકીટ

પાકીટ


પુરુષોની ફૅશનમાં એક સમય એવો હતો જ્યારે બ્લૅક કે બ્રાઉન કલરનું પ્લેન લેધર વૉલેટ રાખવું એ જ એકમાત્ર પરંપરા હતી. પાકીટ ગમે એટલું જાડું કે કંટાળાજનક હોય, એ ઘસાય નહીં ત્યાં સુધી બદલાતું નહીં. જોકે આજની નવી પેઢી માટે વૉલેટ માત્ર પૈસા સાચવવાનું સાધન નથી રહ્યું, એક પર્સનલ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે

એક સમય હતો જ્યારે પુરુષોની ફૅશન અને ઍક્સેસરીઝની વાત નીકળતી ત્યારે વિકલ્પો ખૂબ જ સીમિત હતા. ખાસ કરીને પુરુષોના વૉલેટની બાબતમાં બ્લૅક અથવા બ્રાઉન કલરનું પ્લેન લેધર પાકીટ એ જ એકમાત્ર સ્ટાન્ડર્ડ ચૉઇસ ગણાતી. પુરુષો વર્ષો સુધી એક જ પાકીટ વાપરતા અને એ ઘસાઈ ન જાય ત્યાં સુધી બદલવાનો વિચાર પણ નહોતા કરતા. આજે સમય બદલાયો છે. આજનો મૉડર્ન અને સ્ટાઇલિશ મૅન પોતાની ઍક્સેસરીઝને માત્ર એક જરૂરિયાત તરીકે નહીં, પોતાના વ્યક્તિત્વ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટના એક ભાગ તરીકે જુએ છે. આ જ કારણ છે કે હવે મેન્સ વૉલેટ માર્કેટમાં એક મોટો ફૅશન-શિફ્ટ આવ્યો છે. પ્લેન પાકીટનો જમાનો હવે જૂનો થઈ ગયો છે અને એની જગ્યાએ હવે એથ્નિક ફૅબ્રિક, વુવન ટેક્સ્ચર અને વીગન લેધરથી બનેલાં ડિઝાઇનર વૉલેટ્સ ધૂમ મચાવી રહ્યાં છે.



શા માટે બદલાયો આ ટ્રેન્ડ?
આજના પુરુષો કંઈક યુનિક અને ક્લાસી દેખાવા માગે છે. સોશ્યલ મીડિયા, ગ્લોબલ ફૅશન અને કસ્ટમાઇઝ્ડ લુકના આ યુગમાં કપડાંની સાથે વૉલેટ પણ લુકને કમ્પ્લીટ કરવાનું કામ કરે છે. બીજું એક મોટું કારણ એ છે કે આજની પેઢી પર્યાવરણ અને પ્રાણીઓ પ્રત્યે વધુ સભાન બની છે. ક્રુઅલ્ટી-ફ્રી અને સસ્ટેનેબલ ફૅશનનો ક્રેઝ વધવાને કારણે ઍનિમલ લેધરને બદલે હાઈ-ક્વૉલિટી વીગન લેધર અને નૅચરલ ફૅબ્રિક તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે.


ઇન્ડિયન હેરિટેજ
અત્યારે માર્કેટમાં જે વૉલેટ્સ સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યાં છે એમાં ભારતીય પરંપરાગત વણાટકામ અને આર્ટનો અદ્ભુત સંગમ જોવા મળે છે. ભારતીય હોમગ્રોન બ્રૅન્ડ્સે પુરુષોના પાકીટને એક નવો જ અવતાર આપ્યો છે. અત્યારે માર્કેટમાં ગ્વાલિયર વીવ્સ, અજરખ બ્લૉક પ્રિન્ટ, પ્રીમિયમ ઇકત, કલમકારી અને સોબર જૂટ કે ખાદી ટેક્સ્ચરવાળાં વૉલેટ્સ પુરુષોની પહેલી પસંદ બની રહ્યાં છે. આ વૉલેટ્સની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે એમાં બહારની તરફ સુંદર ફૅબ્રિક પ્રિન્ટ કે જ્યોમેટ્રિક વુવન પૅટર્ન હોય છે અને એની બૉર્ડર્સ તથા અંદરનો ભાગ મજબૂત વીગન લેધરથી સજ્જ હોય છે. આ કૉમ્બિનેશન વૉલેટને એલિગન્ટ અને પ્રીમિયમ લુક આપે છે.

દેખાવમાં કૂલ અને વાપરવામાં સ્માર્ટ
ફૅબ્રિક અને વીગન કૉમ્બિનેશનવાળાં આ મૉડર્ન વૉલેટ્સ માત્ર દેખાવમાં જ સુંદર નથી, એ આજના સમયની જરૂરિયાતોને પણ પૂરી કરે છે. પરંપરાગત લેધર પાકીટની જેમ આ વૉલેટ્સ જાડાં કે ભારે નથી હોતાં. એ એકદમ સ્લિમ હોય છે જેથી ખિસ્સામાં રાખવા છતાં એ બહાર ઊપસી આવતાં નથી અને શર્ટ કે પૅન્ટનું ફિટિંગ બગાડતાં નથી. ફૅબ્રિક હોવા છતાં આ વૉલેટ્સની અંદરની બાજુએ વૉટર-રેઝિસ્ટન્ટ મટીરિયલ હોય છે જે ચોમાસામાં કે પરસેવાને કારણે અંદર રહેલાં કાર્ડ્સ કે કૅશને સુરક્ષિત રાખે છે. આ પ્રકારનાં એથ્નિક અને ટેક્સ્ચર્ડ વૉલેટ્સ એટલાં વર્સેટાઇલ છે કે એ ઑફિસના ફૉર્મલ લુક સાથે જેટલાં ક્લાસી લાગે છે એટલાં જ જીન્સ-કુરતા કે લિનન શર્ટ જેવાં કૅઝ્યુઅલ અને ફેસ્ટિવ આઉટફિટ્સ 
સાથે કૂલ અને પર્સનલાઇઝ્ડ વાઇબ આપે છે.


જો તમે હજી પણ એ જ જૂનું, બોરિંગ પ્લેન બ્લૅક પાકીટ ખિસ્સામાં લઈને ફરો છો તો હવે સમય આવી ગયો છે તમારી ઍક્સેસરી ગેમને અપગ્રેડ કરવાનો. ભારતીય હેરિટેજનો ટચ ધરાવતાં આ કલરફુલ, ટેક્સ્ચર્ડ અને સસ્ટેનેબલ ફૅબ્રિક વૉલેટ્સ ખરીદો જે તમારા ખિસ્સાની શાન વધારવાની સાથે તમારી ફૅશન-સેન્સને પણ એક નવી ઓળખ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK