Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માટુંગામાં ગુજરાતી પરિવાર વિદેશમાં હતો ત્યારે હાઉસહેલ્પે કર્યો હાથફેરો : ૭ લાખ રૂપિયાની ચોરીના આરોપમાં ધરપકડ

માટુંગામાં ગુજરાતી પરિવાર વિદેશમાં હતો ત્યારે હાઉસહેલ્પે કર્યો હાથફેરો : ૭ લાખ રૂપિયાની ચોરીના આરોપમાં ધરપકડ

Published : 10 June, 2026 09:49 AM | Modified : 10 June, 2026 09:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની સાથે એક બૅગ પણ લઈ જતી જોવા મળી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૫૦ ટકા માલમતા રિકવર કરી લીધી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માટુંગા-ઈસ્ટની રામબાગ લેનમાં આવેલી એક સોસાયટીમાં રહેતી ૨૯ વર્ષની ગુજરાતી મહિલાના ઘરમાંથી ૭ લાખ રૂપિયાની માલમતાની ચોરી કરવાના આરોપસર માટુંગા પોલીસે ૩૪ વર્ષની હાઉસહેલ્પ તેજલ શિંદેની ધરપકડ કરી છે. ગુજરાતી પરિવાર ગયા મહિને વિદેશ ગયો હતો ત્યારે તમામ નોકરોને રજા આપવામાં આવી હતી. એ દરમ્યાન પરિવારજનો જ્યારે તાજેતરમાં ઘરે પાછા ફર્યા ત્યારે બેડરૂમના કબાટમાંથી દાગીના ચોરાઈ ગયા હોવાની ખાતરી થઈ હતી. વધુ તપાસ માટે ઘરમાં લાગેલા CCTV કૅમેરા તપાસવામાં આવ્યા ત્યારે પરિવાર વિદેશ હતો છતાં નોકરાણી ઘરે આવતી દેખાઈ હતી એટલું જ નહીં, પોતાની સાથે એક બૅગ પણ લઈ જતી જોવા મળી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૫૦ ટકા માલમતા રિકવર કરી લીધી છે.

માટુંગા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દાદાસાહેબ ઘુટુકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી પરિવાર ૧૦ મેથી ૪ જૂન દરમ્યાન વિદેશમાં હતો અને જ્યારે પરિવારના સભ્યો ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે કબાટનું લૉકર ચેક કરતાં એમાંના દાગીના ગાયબ હતા. તે વખતે હાઉસહેલ્પ તેજલને ફોન કર્યા છતાં તેણે કામ પર આવવાનું બંધ કરી દીધું હતું અને તેના સસરા બીમાર હોવાનું બહાનું બતાવીને સુરત હોવાનું કહીને ઉડાઉ જવાબ આપ્યા હતા. પરિવારને શંકા જતાં જ્યારે ઘરમાં લગાવેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં ત્યારે ૯ મેએ તેજલ શંકાસ્પદ હિલચાલ કરતી કૅમેરામાં કેદ થઈ હતી. એના આધારે ફરિયાદી પરિવારે હાઇઉસહેલ્પ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી આરોપી હાઉસહેલ્પ તેજલ શિંદેની ધરપકડ કરવામાં આવી છે. તેની કડક પૂછપરછ કરીને ચોરાયેલા મુદ્દામાલમાંથી આશરે ૫૦ ટકા જેટલા દાગીના રિકવર કરી લીધા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાએ ચોરેલા અમુક દાગીના વેચી દીધા છે. હાલમાં આ મામલે વેચેલા સોનાનાં ઘરેણાં પાછાં મેળવવા માટે આગળની તપાસ ચલાવી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK