Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પ્રિયજનનો લવ-લેટર હવે કપડા પર પ્રિન્ટ કરાવવા માટે તૈયાર થઈ જાઓ

પ્રિયજનનો લવ-લેટર હવે કપડા પર પ્રિન્ટ કરાવવા માટે તૈયાર થઈ જાઓ

10 July, 2024 01:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજકાલ સેલિબ્રિટીઝ પોતાના આઉટફિટને પર્સનલાઇઝ્ડ ટચ આપવા માટે પોતાના હૃદયની નજીક હોય એવા હાથે લખાયેલા શબ્દોને કપડા પર છપાવી રહી છે ત્યારે જાણીએ આ ટ્રેન્ડ વિશે વિસ્તારથી..

નામ, મંત્ર તેમ જ આશીર્વચનો લખવાનો ટ્રેન્ડ હવે એક ડગલું આગળ વધી ગયો છે. પ્રિય પાત્રના પત્રો કે તેમની સિગ્નેચર ડિજિટલ પ્રિન્ટ મારફત કપડાં પર ઉતારવાની વાત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

નામ, મંત્ર તેમ જ આશીર્વચનો લખવાનો ટ્રેન્ડ હવે એક ડગલું આગળ વધી ગયો છે. પ્રિય પાત્રના પત્રો કે તેમની સિગ્નેચર ડિજિટલ પ્રિન્ટ મારફત કપડાં પર ઉતારવાની વાત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.


એક જમાનામાં જેને સૌથી સીક્રેટ જગ્યાએ મૂકવામાં આવતો એવો પ્રેમપત્ર હવે ફૅશન ટ્રેન્ડમાં પ્રવેશી ચૂક્યો છે. રાધિકા મર્ચન્ટે અનંત અંબાણીના લવ-લેટરને ડિજિટલ પ્રિન્ટ થકી ગાઉન પર ઉતાર્યો હતો. આજકાલ સેલિબ્રિટીઝ પોતાના આઉટફિટને પર્સનલાઇઝ્ડ ટચ આપવા માટે પોતાના હૃદયની નજીક હોય એવા હાથે લખાયેલા શબ્દોને કપડા પર છપાવી રહી છે ત્યારે જાણીએ આ ટ્રેન્ડ વિશે વિસ્તારથી..


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન અત્યારે ટૉક ઑફ ધ ટાઉન જ નહીં પણ ટૉક ઑફ ધ વર્લ્ડ બની ગયાં છે. તેમનાં લગ્ન કરતાં પણ પ્રી-વેડિંગમાં તેઓ દ્વારા પહેરવામાં આવેલાં કપડાં, જ્વેલરી અને મેકઅપની ચર્ચા વધારે થઈ રહી છે. એમાં પણ ખાસ કરીને કપડાં. આમ પણ હંમેશાં ઇનોવેટિવ અને યુનિક કપડાં લોકોનું ધ્યાન ખેંચે જ છે, પણ જ્યારે એ કોઈ વિશેષ સેલિબ્રિટી દ્વારા પહેરવામાં આવે ત્યારે તો એ ફૅશન ઇન્સ્પિરેશન બની જાય છે. પ્રી-વેડિંગ ફંક્શનની વાત કરીએ તો રાધિકા મર્ચન્ટે તેના એક ફંક્શનમાં અનંત અંબાણીએ તેના માટે લખેલા લવ-લેટરની ડિજિટલ પ્રિન્ટ ધરાવતો બ્લૅક ઍન્ડ વાઇટ કલરનો લૉન્ગ ગાઉન પહેર્યો હતો. એના બે દિવસ બાદ ટોચની ઇન્ફ્લુઅન્સરે તેની ફેવરિટ સેલિબ્રિટીની સિગ્નેચર પ્રિન્ટ કરેલું એવું જ વાઇટ કલરનું સ્કર્ટ પહેર્યું હતું. હવે આ બાબત નવા ફૅશન ટ્રેન્ડ તરીકે ઊભરવાની શરૂ થઈ ગઈ છે અને સોશ્યલ મીડિયા પર એની ચર્ચા પણ થઈ રહી છે. આવા પ્રકારની પ્રિન્ટ અને ડિઝાઇન અન્ય કયા આઉટફિટ પર સારી લાગે તથા કપડા સિવાય બીજી કઈ વસ્તુમાં આ સ્ટાઇલ હિટ બની શકે એ વિશેની મજેદાર વાતો જાણીએ કેટલાક ફૅશન-એક્સપર્ટ્સ પાસેથી.


ડિજિટલ નહીં તો હૅન્ડ વર્ક પણ ચાલે

હમણાં થોડા વખતથી બ્રાઇડલવેઅરમાં નામ, મંત્ર તેમ જ આશીર્વચનો લખવાનો ટ્રેન્ડ ઇન છે પણ હવે ફૅશન એમાં હજી એક ડગલું આગળ વધી ગઈ છે. પોતાના પ્રિય પાત્રના લખેલા પત્રો કે તેમની સિગ્નેચર કે પછી કોઈ લેખિત યાદગીરીને ડિજિટલ પ્રિન્ટ મારફત કપડાં પર ઉતારવાની વાત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. સ્ટાઇલની સ્ટાઇલ અને પ્રેશિયસ યાદીના આજીવન સંભારણારૂપે આ ટ્રેન્ડ ફૅશન માર્કેટમાં ધીરે-ધીરે જોર પકડશે એમાં શંકાને સ્થાન નથી. અત્યારે તો બૉટમવેઅરમાં જ આવી પ્રિન્ટ દેખાય છે પણ જો એને અન્ય વેઅર પર પણ મૂકવામાં આવે તો એ વધારે સુંદર લાગી શકે છે. આ વિશે માહિતી આપતાં ફૅશન-ડિઝાઇનર ફાલ્ગુની ચોટલિયા આગળ કહે છે, ‘આવા પ્રકારની ડિજિટલ પ્રિન્ટ જીન્સ, શૉર્ટ્સ અને ટૉપ પર પણ સરસ લાગી શકે છે. પાર્ટી કે પછી પિકનિકમાં આવાં કપડાં ખૂબ જ સુંદર લાગશે. આ આઇડિયા યુનિક છે. ટ્રેડિશનલ કપડાં પર પણ ડિજિટલ પ્રિન્ટ સરસ લાગશે. ટ્રેડિશનલ કપડાંના હિસાબે જો ડિજિટલ પ્રિન્ટ તરફ ન જવું હોય તો અથવા એવી કોઈ વસ્તુ ન હોય જેને પ્રિન્ટ કરી શકાય તો પણ તમારી મીઠી યાદગીરીને કપડાં પર મૂકી શકો છો; હૅન્ડ વર્ક, મશીન વર્ક વગેરે દ્વારા. વર્ક થકી તમે એને કપડા પર પોતાની પાસે લૉન્ગ ટર્મ સુધી સાચવીને મૂકી શકો છો. મેં હમણાં જ બ્રાઇડની બહેનના બ્લાઉઝની સ્લીવ્ઝ પર આવું જ કંઈક ટ્રાય કર્યું હતું. એ બન્નેનો સાથે હોય એવો બેસ્ટ અને મીઠી યાદોથી ભરેલો હોય એવો ફોટો લઈ જમ્પસૂટની સ્લીવ્ઝ પર હૅન્ડ વર્ક થકી ડિટ્ટો બનાવી આપ્યો હતો. આવું તો કપડાં પર ઘણું ઇનોવેટિવ કામ થઈ શકે છે, જે ટ્રેન્ડની સાથે સ્પેશ્યલ ઇમોશનલ વૅલ્યુ પણ ધરાવતું હોય.’


જ્વેલરી અને શૂઝ પણ

હૅન્ડ વર્ક કરવું હોય તો રૉ સિલ્ક કપડું સારું પડે છે. આ મટીરિયલ થોડું જાડું હોય છે એટલે એના પર વર્ક સરસ થઈ શકે છે, જ્યારે ડિજિટલ પ્રિન્ટ રૉ સિલ્ક પર પણ થઈ શકે અને સાટિન સિલ્કના કપડા પર પણ થઈ શકે છે. બીજું, આ ડિજિટલ પ્રિન્ટ સમય જતાં કપડા પરથી નીકળી પણ જતી નથી તેમ જ વૉશેબલ હોય છે એટલે લૉન્ગ ટર્મ માટે એ સચવાઈ પણ રહે છે પરંતુ શું આવી પ્રિન્ટ જ્વેલરી પર પણ કરી શકાય ખરી? આ વિશે જ્વેલરી-ડિઝાઇનર આસ્થા ગોદીકા કહે છે, ‘જ્વેલરી અને કપડાંની સાઇઝ અલગ-અલગ હોય છે એટલે આખો લેટર કે સિગ્નેચર એની ઉપર સમાવવા શક્ય બનતાં નથી, પણ નામનો પહેલો અક્ષર અથવા તો કોઈ નિશાનીને જ્વેલરી પર લઈ શકાય છે. આર્ટિફિશ્યલ જ્વેલરીમાં બ્રાસની જ્વેલરી પર તમે ઇનોવેટિવ ડિઝાઇન વધારે સરસ રીતે કરી શકો છો. જ્વેલરી સિવાય શૂઝ પર પણ આવું કંઈક ટ્રાય કરી શકાય છે. હમણાં જ અમે એક લગ્નમાં ડિઝાઇનર શૂઝ કર્યાં હતાં. શૂઝ પર ડિજિટલ પ્રિન્ટ કરવા કરતાં યાદગીરીરૂપે બ્રાસનું કટઆઉટ લઈને એના પર લખાણ લખાવ્યું હતું જેમ કે દુલ્હન કે પાપા, દુલ્હનની મમ્મી, દુલ્હન કી દાદી વગેરે રિલેશન પ્રમાણે તૈયાર કર્યું હતું. બધું ઇમૅજિનેશન ઉપર છે. રાધિકા મર્ચન્ટે કે પછી તેના ડિઝાઇનરે ઇમૅજિન કર્યું હશે એના આધારે જ આવી ડિઝાઇનનું સર્જન થયું હશે.’

આખી વાતનું સરવૈયું એટલું જ કે આજના સમયે તમે સ્ટાઇલિશ દેખાવાની સાથે તમારા જીવનના યાદગાર પત્રોને તમારા ડેઇલીવેઅરનો હિસ્સો બનાવવા માગતા હો તો એ સંભવ છે અને એને માટે ડિઝાઇનર્સથી લઈને ફૅબ્રિક પ્રિન્ટિંગ કરતા તમારી આસપાસ રહેલા પ્રિન્ટરની દુકાનની મદદ તમે લઈ શકો છો અને દુનિયાથી હટકે દેખાઈ શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK