ફાયર-બ્રિગેડની ગાડી રિવર્સમાં લેવા જતી વખતે એક ફાયરફાઇટર કચડાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.
અનંતનાગ જિલ્લામાં પહલગામમાં આવેલા એક રિસૉર્ટમાં ગઈ કાલે ભીષણ આગ લાગી
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામમાં આવેલા એક રિસૉર્ટમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. આગને કારણે રિસૉર્ટનાં ૩ બિલ્ડિંગો બળીને રાખ થઈ ગયાં હતાં. પહલગામના
લારીપોરા વિસ્તારમાં આવેલા રિસૉર્ટમાં આગ લાગવાનું મૂળ કારણની ખબર નહોતી પડી, પરંતુ ખૂબ બધાં LPG સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે આગ ફેલાઈ ગઈ હતી. જોતજોતાંમાં ૩ બિલ્ડિંગો આગની જ્વાળામાં લપેટાઈ ગયાં હતાં. આગમાં ૫૦થી ૬૦ કરોડ રૂપિયાની પ્રૉપર્ટીને ભારે નુકસાન થયું હતું. ભારે મહેનત બાદ કોઈ જાનહાનિ વિના જ ફાયર-બ્રિગેડને આગ કાબૂમાં લેવામાં સફળતા મળી હતી, પરંતુ બધું પત્યા પછી ફાયર-બ્રિગેડની ગાડી રિવર્સમાં લેવા જતી વખતે એક ફાયરફાઇટર કચડાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.
