Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે અને મુલુંડ વચ્ચે બની રહેલા સ્ટેશનને ધર્મવીર આનંદ દીઘેનું નામ આપવાની શિવસેનાની માગણી

થાણે અને મુલુંડ વચ્ચે બની રહેલા સ્ટેશનને ધર્મવીર આનંદ દીઘેનું નામ આપવાની શિવસેનાની માગણી

Published : 18 March, 2026 07:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવું સ્ટેશન બનાવવામાં આવશે

નરેશ મ્હસ્કે

નરેશ મ્હસ્કે


લાંબા વખતથી થાણે અને મુલુંડ વચ્ચે સ્ટેશન બનાવવાનો પ્લાન થઈ રહ્યો હતો. એ માટે હવે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એ માગણી મંજૂર કરી છે અને પ્રોજેક્ટ માટે ૨૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરવામાં આવશે. વળી એ સ્ટેશનનું નામ ધર્મવીર આનંદ દીઘે સ્ટેશન રાખવામાં આવે એવી માગણી કરાઈ હોવાનું શિવસેનાના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ જણાવ્યું છે. 

નરેશ મ્હસ્કે અને શિવસેનાના અન્ય સંસદસભ્ય શ્રીકાંત શિંદેએ આ સંદર્ભે ૨૦૨૪માં રજૂઆત કરી હતી. હવે અશ્વિની વૈષ્ણવે આ સ્ટેશન માટે ૨૫૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને એ પ્રપોઝલ રેલવે બોર્ડને મોકલવામાં આવી છે. મૂળ આ સ્ટેશન માટે ૨૦૧૫થી રજૂઆત કરવામાં આવી રહી હતી. જોકે કોઈ ને કોઈ કારણસર એ કામ આગળ વધી નહોતું રહ્યું. એ વખતે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ ફન્ડ આપવાની તૈયારી દર્શાવી હતી અને સાથે અમુક શરતો પણ મૂકવામાં આવી હતી. આખરે નરેશ મ્હસ્કેએ રેલવે મિનિસ્ટ્રીને વિનંતી કરી એ પ્રોજેક્ટ ટેકઓવર કરવા કહ્યું હતું. હવે રેલવે મિનિસ્ટ્રીએ એ માટે ફન્ડ ફાળવવાની જાહેરાત કરી છે એથી એ સ્ટેશનનનું કામ આગળ વધી શકશે. થાણે અને મુલુંડના હજારો પ્રવાસીઓને આ સ્ટેશનથી લાભ થશે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK