આ જૅકેટ હવે વિન્ટર ફૅશન સુધી સીમિત રહ્યાં નથી. વૉર્ડરોબમાં બે ટાઇપનાં બૉમ્બર જૅકેટ રાખશો તો દરેક આઉટફિટ સાથે હટકે લુક મળશે
મસાબા ગુપ્તા
થોડા સમય પહેલાં વિમ્બલ્ડનમાં આયોજિત ભારત અને ઇંગ્લૅન્ડની ટેસ્ટમૅચ જોવા સેલિબ્રિટીઝનો જમાવડો થયો હતો. એમાં બૉલીવુડની સેલિબ્રિટી ફૅશન-ડિઝાઇનર મસાબા ગુપ્તા નવા સ્ટાઇલ-સ્ટેટમેન્ટ સાથે સ્ટેડિયમમાં પહોંચી હતી. તેણે વાઇટ સ્કર્ટ સાથે મસ્લિન ફૅબ્રિકનું ઑફવાઇટ કલરનું બૉમ્બર જૅકેટ પહેર્યું હતું અને સાથે બન્ને બાજુ નંદી ચાર્મ્સ પણ લગાવ્યાં હતાં. ઊંચી હીલ્સ પહેરવાને બદલે તેણે કમ્ફર્ટેબલ સ્ટાઇલિંગને અપનાવીને સ્નીકર્સ પહેર્યાં હતાં. બૉમ્બર જૅકેટ પહેરીને તેણે સાબિત કર્યું હતું કે એ ફક્ત શિયાળુ ફૅશન પૂરતાં સીમિત નથી, એ સ્ટેટમેન્ટ-પીસ બની ગયું છે. ફૅબ્રિકની યોગ્ય પસંદગી કરીને ગમે એ ઓકેઝન માટે એને કૅરી કરી શકાય. મસાબાનો આ સિમ્પલ લુક ફૅશનની દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે યુવતીઓ પોતાની ફૅશનમાં આ બૉમ્બર જૅકેટને કઈ રીતે અને કેવી રીતે સ્ટાઇલ કરી શકશે એ વિશે અનુભવી ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ સંઘરાજકા પાસેથી જાણીએ. તેમના પોતાના જ શબ્દોમાં...

ADVERTISEMENT
વર્સેટાઇલ ઍક્સેસરીઝ
નૉર્મલ સ્કાર્ફ કે શ્રગ પહેરવા કરતાં મસાબાએ પહેરેલું જૅકેટ તમારા લુકને અપગ્રેડ કરશે અને લોકોથી થોડું યુનિક બનાવશે. બૉમ્બર જૅકેટ વાર્સિટી જૅકેટ્સ જેવાં દેખાય છે, જે બૉડીને થોડી બલ્કી દેખાડે છે. જોકે વાર્સિટી જૅકેટ્સ બહુ જાડાં અને ફન્કી હોય છે. બૉમ્બર જૅકેટ્સ રેગ્યુલર વેઅરમાં યુઝ કરી શકાય એવાં હોય છે. એ હવે લિનન અને મસ્લિન સિલ્ક જેવા ફૅબ્રિકમાં મળી રહે છે. એ વર્સેટાઇલ ઍક્સેસરીઝનું કામ કરે છે. કોઈ પણ આઉટફિટ સાથે આ જૅકેટને પેર કરશો તો એ તમારા લુકને વધુ સ્ટાઇલિશ હોવાનું ફીલ કરાવશે.

કોની સાથે પેર કરવું?
મસાબાએ પહેર્યું છે એ પ્રૉપર લેન્થનું જૅકેટ છે, પણ માર્કેટમાં શૉર્ટ બૉમ્બર જૅકેટ પણ આવે છે. એને મિડી અથવા મિલી સ્કર્ટ સાથે પેર કરી શકાય. નાઇટ ઇવેન્ટ્સ માટે આ લુક સારો લાગશે.
જેન-ઝી યુવતીઓ ટ્યુબ ટૉપ સાથે ક્રૉપ બૉમ્બર જૅકેટ પહેરીને ટ્રેન્ડી લેયરિંગ કરી શકે છે.

કૅઝ્યુઅલવેઅરમાં લેધર પૅન્ટ્સ સાથે લાંબા બૉમ્બર જૅકેટ્સને પેર કરશો તો એ ફૉર્મલ પાર્ટી અને ઑફિસ ઇવેન્ટમાં તમારું ફૅશન-સ્ટેટમેન્ટ બની જશે.
બેસિક શૉર્ટ ડ્રેસ પર ન્યુટ્રલ ટોનના બૉમ્બર જૅકેટ ફૉર્મલ અને કૅઝ્યુઅલવેઅર વચ્ચે બૅલૅન્સ જાળવશે.
સિગારેટ પૅન્ટ કે સ્કર્ટ સાથે બૉયફ્રેન્ડ શર્ટ પહેરો અને પછી ઍડિશનલ લેયરિંગ આપવા માટે બૉમ્બર જૅકેટ પહેરશો તો એ પણ તમારી ફૅશનસેન્સને એન્હૅન્સ કરશે.
ટિપ્સ
બૉમ્બર જૅકેટ્સની પસંદગી કરતા હો તો ઑલિવ, બ્રાઉન અને બેજ જેવા અર્ધી કલર્સની પસંદગી કરવી. ઘણાં જૅકેટ્સ સટલ એમ્બ્રૉઇડરી સાથે જોવા મળે છે. આ કલર્સ દરેક સ્કિનટોન માટે યુનિવર્સલી ફ્લૅટરિંગ હોય છે.
શૉર્ટ બૉમ્બર જૅકેટ સ્લિમ બોડી પર વધુ સારું લાગશે, કારણ કે એ શોલ્ડર એરિયાને સ્ટ્રક્ચર આપશે અને બૉડીને થોડું ફ્લફી દેખાડશે.
જૅકેટને શૉર્ટ્સ સાથે પેર કરવાથી પગ લાંબા દેખાશે તેથી ઓછી હાઇટવાળાએ આ ટિપ ધ્યાનમાં રાખવા જેવી છે.


