આ વખતે જન્માષ્ટમીમાં તમારે ભુલેશ્વરના ૧૦૦ વર્ષ જૂના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનાં દર્શન કરવા માટે પહોંચી જવું જોઈએ.
ઝુમ્મર અને મિનાકારી કામ સાથેનો મંદિરનો અંદરનો ભાગ અને મૂર્તિની પ્રતીતિ કરાવે એવું ધર્મગ્રંથનું વાંગમય સ્વરૂપ
આ વખતે જન્માષ્ટમીમાં તમારે ભુલેશ્વરના ૧૦૦ વર્ષ જૂના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનાં દર્શન કરવા માટે પહોંચી જવું જોઈએ. આ મંદિર સામાન્ય કૃષ્ણ મંદિરો કરતાં ઘણીબધી બાબતોમાં નોખું તરી આવે છે. બહારથી ખૂબ જ સુંદર દેખાતા આ મંદિરની અંદર પગ મૂકતાં તમને નવો જ અનુભવ થશે. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મુંબઈના અનોખા કૃષ્ણમંદિરની મુલાકાત લઈએ